તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સમસ્યા:વાપી-સેલવાસ મુખ્ય માર્ગ પર કપચી નાંખી ખાડા પુરવામાં વેઠ ઉતારાઇ

વાપી23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રોજના 30 હજારથી વધુ વાહનોની અવર-જવર છતાં સ્થિતિ યથાવત

વાપી અને સંઘપ્રદેશના હજારો લોકો વાપી-સેલવાસ રોડનો ઉપયોગ કરે છે. પહેલા આ માર્ગ સ્ટેટ હાઇવેમાં આવતો હતો, પરંતુ હવે આ માર્ગ નેશનલ હાઇવેને સુપ્રદ કરવામાં આવ્યો છે,આમ છતાં રોડની ગુણવત્તામાં કોઇ સુધાર જોવા મળી રહ્યો નથી. વાપી-સેલવાસ રોડથી ચણોદ સુધીમાં રસ્તામાં માત્રને માત્ર ખાડાઓ જોવા મળી રહ્યાં છે.

ત્રણ દિવસથી વરસાદ બંધ થતાં હાલ કપચી પાથરી મરામત કામગીરી શરૂ કરાઇ છે, પરંતુ પેચવર્કની કામગીરી ન કરાતાં વાહન ચાલકોને મુશ્કેલી પડી રહી છે. નેશનલ હાઇવે ઓથોરોટીના અધિકારીઓએ માર્ગની મરામત કામગીરીની જવાબદારી સ્થાનિક પીડબલ્યુડી વિભાગને સોંપી દેવી જોઇએ. સ્થાનિક તંત્ર નેશનલ હાઇવેમમાં વાપી-સેલવાસ રોડ આવતો હોવાનું જણાવી હાથ ઉંચા કરવામાં આવી રહ્યા છે. જેના કારણએ વાપી-સેલવાસના હજારો લોકોએ ખરાબ માર્ગનો સામનો કરવો પડે છે. દર વર્ષે ચોમાસામાં માર્ગોની હાલત ખરાબ થાય છે.

VIA સરકારમાં રજૂઆત કરે તે જરૂરી
વાપી-સેલવાસમાં ઉદ્યોગો આવેલાં હોવાથી સતત મોટા વાહનોની અવર-જવર રહે છે. મોટા વાહનોના કારણે વાપી-સેલવાસ રોડ વધુ ખરાબ થઇ રહ્યો છે. જેથી ટકાઉ માર્ગ માટે વાપી વીઆઇએ અને દાનહના ઉદ્યોગોના પ્રતિનિધિઓએ સરકારમાં રજૂઆત કરવી જોઇએ. આ માર્ગ પર સામાન્ય લોકોની સાથે ઉદ્યોગો સાથે સંકળાયેલા વાહનો સૌથી વધુ અવર-જવર કરી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...