મંત્રી ‘કોરા ના’ રહ્યા:વાપીમાં સરપંચોના સન્માન બાદ ત્રીજા દિવસે મંત્રી જીતુ ચૌધરી કોરોના પોઝિટિવ

વાપી6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 248 ચૂંટાયેલા સરપંચ-સભ્યોને એકત્ર કર્યા હતા
  • વાપીનું ગ્રુપ મંત્રી સાથે થોડા દિવસો પહેલા તિરૂપતિ ગયુ હતું

રાજ્ય કક્ષાના કલ્પસર, મત્સ્યોદ્યોગ, નર્મદા જળ સંપતિ, પાણી પુરવઠા વિભાગના મંત્રી અને કપરાડાના ધારાસભ્ય જીતુભાઇ ચૌધરી નાનાપોંઢા ખાતે ધરમપુર અને કપરાડા તાલુકાના સરપંચોના સન્માન સમારંભમાં હાજરી આપ્યા બાદ ગાંધીનગર પહોંચતાં તેમનો એન્ટીજન રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો છે.થોડા દિવસો પહેલા રાજ્યકક્ષાના મંત્રી વાપીના મોટા ગૃપ સાથે તિરૂપતિની યાત્રાએ પણ ગયા હતાં.મંત્રી પોઝિટિવ આવતાં તેમના સંપર્કમાં આવેલાં લોકોમાં ફફડાટ ફેલાયો હતો.

વાપી સહિત વલસાડ જિલ્લામાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યાં છે. આ સ્થિતિ વચ્ચે 2 જાન્યુઆરીએ કપરાડા અને ધરમપુર તાલુકાના નવા ચૂંટાયેલા સરપંચો અને સભ્યોનો સન્માન સમારંભ એન.આર.રાઉત હાઇસ્કુલ, નાનાપોંઢા ખાતે નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના મંત્રી કનુભાઈ દેસાઈ, આદિજાતિ વિકાસ, અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના મંત્રી નરેશભાઈ પટેલ, કલ્પસર અને મત્સ્યોદ્યોગ, નર્મદા જળ સંપત્તિ અને પાણી પુરવઠા વિભાગના રાજયમંત્રી જીતુભાઇ ચૌધરીની ઉપસ્થિતિમાં યોજાયો હતો.

આ કાર્યક્રમ પૂર્ણ કરી મંગળવારે જીતુભાઇ ચૌધરી ગાંધીનગર પહોંચ્યા હતાં. જયાં તબિયત બગડતાં બુધવારે એન્ટિજન ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. જેને લઇ મંત્રીના સંપર્કમાં આવેલાં અન્ય મંત્રીઓ, ઉચ્ચ અધિકારીઓ, સરપંચો,રાજકીય આગવાનોમાં ડરનો માહોલ ફેલાયો હતો. આ ઉપરાંત જીતુભાઇ ચૌધરી 1 જાન્યુઆરીએ વાપીના મોટા ગૃપ માટે તિરૂપતિની યાત્રા કરી પરત આવ્યા હતાં.

માસ્ક વિના જ સ્ટેજ ઉપર ઉપસ્થિતિ બીજી વખત ચૌધરી પોઝિટિવ, કફની તકલીફ
કોરોનાની બીજી લહેરમાં જીતુભાઇ ચૌધરી કોરોના પોઝિટિવ બનતાં 21 દિવસ સુધી કોરોન્ટાઇન રહ્યા હતાં. બુધવારે સંભિવત ત્રીજી લહેરના આગમન ટાણે ફરી કોરોના પોઝિટિવ આવ્યાં છે. તેમણે જણાવ્યું હતું કે માત્ર કફની તકલીફ છે. તબિયત સારી છે. મંત્રી બંગલે આઇસોલેટેડ થયો છું. બધા કોરોનાની ગાઇડલાઇનનું પાલન કરે તેવો અનુરોધ કરુ છું.

અન્ય સમાચારો પણ છે...