તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Valsad
  • Vapi
  • On The First Day, 56% Students Did Not Return To Primary School. Out Of A Total Of 49051 Students From 6th To 8th, 21675 Students Attended, The First Day Of Student Attendance In Primary Schools

ઓફલાઇન શિક્ષણ શરૂ:પ્રથમ દિવસે પ્રા.શાળામાં 56 ટકા વિદ્યાર્થીઓ ન ફરકયા, ધો. 6થી 8ના કુલ 49051 માંથી 21675 વિદ્યાર્થીઓ હાજર, પ્રાથમિક શાળાઓમાં પ્રથમ દિવસે વિદ્યાર્થીની પાંખી હાજરી

વાપી18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પહેલા શૈક્ષણિક સત્રના અઢીમાસ પછી શાળા શરૂ થઇ, વલસાડ જિલ્લાની 505 શાળાઓમાં માત્ર 44 ટકા હાજરી

વલસાડ જિલ્લામાં માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓ શરૂ થયા બાદ ગુરૂવારથી ધો.6થી 8ની પ્રાથમિક શાળાઓ પણ શરૂ થઇ હતી, પરંતુ પ્રથમ દિવસે વાપી સહિત મોટા ભાગની પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થીઓની હાજરી પાંખી જોવા મળી હતી. 50 ટકા વિદ્યાર્થીઓ પણ પ્રથમ દિવસે હાજર ન રહેતા વાલીઓમાં કોરોના ડર હજુ પણ હોઇ એવું લાગી રહ્યું છે. જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગ પાસેથી મળતી માહિતી મુજબ કોરોનાની ગાઇડલાઇન મુજબ શાળાઓ શરૂ થઇ હતી. જિલ્લાની ધો.6થી 8ની કુલ 505 પ્રાથમિક શાળાઓ શરૂ થઇ છે.

જેમાં કુલ 49051માંથી 21675 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતાં. 44.18 ટકા વિદ્યાર્થીઓની હાજરી જોવા મળી હતી. જયારે 27376 વિદ્યાર્થીઓ (56 ટકા)ગેરહાજર રહ્યા હતાં. માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓ શરૂ થયા બાદ પણ વિદ્યાર્થીઓની હાજરીમાં પુરતો વધારો થયો નથી, ત્યારે પ્રાથમિક શાળાઓમાં પણ પ્રથમ દિવસથી વિદ્યાર્થીઓની પાંખી હાજરી જોવા મળી રહી છે. કોરોનાની બીજી લહેર બાદ ગુરૂવારથી ધો. 6 થી 8 ના વર્ગો પ્રથમ શૈક્ષણિક સત્રના અઢી માસ પછી શરૂ થયા હતાં. જોકે વિદ્યાર્થીઓની પાંખી હાજરી હતી.

વિદ્યાર્થીઓની પાંખી હાજરી

ધોરણકુલવિદ્યાર્થીહાજરટકાવારી
ધો.924918753430.23
ધો. 1025776834332.36
ધો.1120385648531.81
ધો.1214069454032.26

15 દિવસ બાદ રાબેતા મુજબ થવાનો દાવો

ધો.6થી8ના વર્ગો શરૂ થયા બાદ શિક્ષકોના મતે કોરોનાના કારણે વાલીઓમાં હજુ પણ થોડો ડર જોવા મળે છે. જેથી શાળાઓ શરૂ થયાના 15 દિવસ બાદ ધીમે-ધીમે વિદ્યાર્થીઓની હાજરી વધશે. બીજી તરફ કેટલાક શિક્ષકો એવું પણ જણાવી રહ્યાં છે કે કોરોનામાં ઓનલાઇન શિક્ષણની આદ્ત વિદ્યાર્થીઓને પડી ગઇ છે. જેથી ઓફલાઇન શિક્ષણમાં થોડી મૂંઝવણ ઊભી થશે. આમ પ્રાથમિક શાળાઓ શરૂ થઇ ગઇ છે પરંતુ ઓછી હાજરી ચિંતાનો વિષય છે.

અંતરીયાળનાવિદ્યાર્થીઓની હાલત કફોડી
કોરોના કાળમાં શાળાઓમાં ઓનલાઇન શિક્ષણ આપવામાં આવતુ હતુ, પરંતુ કપરાડા અને ધરમપુર તાલુકાની પ્રાથમિક શાળાઓમાં મોબાઇલ નેટવર્ક પકડાતુ નથી. જેથી અહી રહેતા વિદ્યાર્થીઓને ઓનલાઇન શિક્ષણ માટે ફાંફા પડી ગયા હતાં. હાલ ધો.6થી 8ના વર્ગો અહી શરૂ થયા છે, પરંતુ વાલીઓમાં હજુ પણ ડર હોવાથી વિદ્યાર્થીઓને સ્કૂલે મોકલ્યા નથી.

અન્ય સમાચારો પણ છે...