તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિર્ણય:વાપીના એકમોમાં મહારાષ્ટ્રથી આવનારની અધિકારીઓને જાણ કરવા તાકીદ કરાઇ

વાપીએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • કલેકટરના આદેશ બાદ વીઆઇએની બેઠકમાં નિર્ણય

વાપી સહિત વલસાડ જિલ્લામાં કોરોનાની બીજી લહેરમાં કેસો ફરી આવી રહ્યાં છે, ત્યારે વાપીના ઉદ્યોગોમાં સંક્રમણ ન વધે તેવા પગલા લેવા કલેકટરે તાકીદ કરી એકમોમાં મહારાષ્ટ્ર કે અન્ય રાજયના કોઇ પણ વ્યકિત આવે તો અધિકારીઓને જાણ કરવા પણ તાકીદ કરાઇ છે.વલસાડ કલેકટરે કોરોના સંક્રમણ અટકાવવા અંગે સરકારી અધિકારીઓને જરૂરી સૂચના અને તાકીદ કરી હતી. જે અંતગર્ત વીઆઇએ ખાતે ગુરૂવારે એક બેઠક યોજાઇ હતી.

વાપી નોટિફાઇડના ચીફ ઓફિસર એ.સી.પટેલે જણાવ્યું હતું કે મુસાફરોને લઈ જતા વાહનોમાં પણ સામાજિક અંતર જાળવવું જરૂરી છે. આંતરરાષ્ટ્રીય કર્મચારીઓ અને કામદારોનું પરીક્ષણ કોવિડ 19 માર્ગદર્શિકાનું કડક રીતે પાલન કરી તે મુજબ થવું જોઇએ.

તેવી જ રીતે મહારાષ્ટ્ર જેવા પડોશી રાજ્યમાંથી કોઈપણ વ્યક્તિ આવે તો તેની જાણ અધિકારીઓને કરવી જોઇએ જેથી આવા વ્યક્તિના પરિક્ષણમાં કોઈ વિલંબ ન થાય. આ બેઠકમાં વીઆઈએના ઉપપ્રમુખ સુનિલ અગ્રવાલ, મંત્રી સતિષ પટેલ, ખજાનચી હેમાંગ નાયક, સહ માનદ મંત્રી કલ્પેશ વોરા, ગ્રીનના ડિરેકટર ચેતન પટેલ સહિતના ઉદ્યોગકારો હાજર રહ્યા હતાં. જો કોઈ કંપનીમાં 40 કે તેથી વધૂ કર્મચારીઓ કે કામદારોને રસીકરણ કરાવવું હોય અને જો ઉદ્યોગકાર દ્વારા એમની કંપનીમાં રસીકરણ કરાવવું હોય તો વીઆઇએને જાણ કરવા પણ જણાવ્યુ હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો