ટ્રાફિક કરવા બદલ ગુનો:વાપીમાં ટ્રાફિક કરનારા વેપારી-બિલ્ડર સામે ગુનો

વાપી21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દુકાન સામે મંડપ બનાવી ફરસાણ વેચતો હતો

વાપી ટાઉન પોલીસે મેઇન બજારમાં દુકાન બહાર મંડપ લગાવી ફરસાણ વેચતા દુકાનદાર અને નો-પાર્કિંગમાં કાર પાર્ક કરનારા ચાલક સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. વાપી ટાઉન પોલીસની ટીમ શનિવારે મેઇન બજારમાં પેટ્રોલીંગમાં હતી. તે દરમિયાન ફરતા ફરતા શર્મા ફરસાણ માર્ટ સામે જાહેર રોડ ઉપર મંડપ લગાવી લોકોને અડચણ રૂપ થાય તે રીતે ભય ઉભો કરે અને જાનને જોખમરૂપ થાય તે રીતે પોતાની દુકાન સામે મંડપ લગાવનારાને તે માટે પૂછપરછ કરતા તે કોઇ સંતોષકારક જવાબ આપી શક્યો ન હતો.

જેથી પોલીસે વેપારી બલરામ મહેશ શર્મા રહે.મહાત્મા ગાંધી માર્કેટ સામે આઇપીસી 283 મુજબ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. બીજા કેસમાં ચણોદ વૃંદાવન સોસાયટી ડી વિંગમાં રહેતા કિશોર કૌતિક ગરટે ધંધો-કંસ્ટ્રક્શન પોતાની કાર નં.જીજે-15-સીજે-0253 મેઇન બજારમાં જાહેર રોડ ઉપર પાર્ક કરી જનતાને અડચણરૂપ થાય તે રીતે ઉભી કરતા તેની સામે પણ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરાઇ હતી. અગાઉ પણ પોલીસે ચલાના બંગલા માલિક સામે ટ્રાફિક કરવા બદલ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. આ અભિયાન ચાલૂ રહેશે તેમ પોલીસે જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...