પ્રશાસકનો આભાર માન્યો:દાનહ અને દમણના યુક્રેનમાં ફસાયેલા 17 વિદ્યાર્થી પૈકી 15 સુરક્ષિત ઘરે પહોંચ્યા

વાપી6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મિશન ગંગામાં દીકરીઓએ પ્રધાનમંત્રી તેમજ પ્રશાસકનો આભાર માન્યો

રસિયા અને યુક્રેન વચ્ચે ગત ગુરૂવારે યુદ્ધ ફાટી નીકળતા દાનહ તેમજ દમણના કુલ 17 જેટલા બાળકો યૂક્રેનમાં ફસાયા હતા. ભારતીય જનતા પાર્ટી કેન્દ્રીય નેતૃત્વએ આ બાબતે ગંભીરતાથી લેતા તમામ રાજ્યોમા એક કમિટી બનાવી જેતે રાજ્યોના કેટલા બાળકો યુક્રેનમા ફસાયા હોવાની જાણકારી મેળવી હતી એજ સંદર્ભે દાનહ ડીડી ભાજપે પણ પ્રભારી વીજ્યા રાહટકર દિશાનિર્દેશ તેમજ પ્રદેશ અધ્યક્ષ દીપેશ ટંડેલના માર્ગદર્શનમા એક કમિટી બનાવી પ્રદેશના બાળકોની જાણકારી મેળવી હતી.

17 વિદ્યાર્થીની યાદી સામે આવી હતી. તમામ બાળકોના ઘરે જઈ ભાજપના આગેવાનોએ સંપર્ક કરી મંત્રાલયને માહિતી પુરી પડી હતી. જેમાથી 13 જેટલા બાળકો પોતાના ઘરે આવી ચુક્યા છે. સેલવાસ એક અને દીવનો એક છોકરો આજે મોડી રાતે મુંબઈ આવવા રવાના થયા છે, બીજા બે બાળકો પોલેન્ડ ખાતે રહેવાની ઈચ્છા વ્યક્ત કરી છે. કુલ મળી પ્રદેશના 15 બાળક સુરક્ષિત છે અને ઘરે આવી ચુક્યા છે. જેને લઈ બુધવારે પ્રશાસક પ્રફુલભાઈ પટેલની યુક્રેનથી પરત આવેલી દીકરીઓ અને પરિવારના સભ્યોએ શુભેચ્છા મુલાકાત લઇ આભાર વ્યક્ત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...