તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મહાવેક્સિનેશન અભિયાન:હવે વાપીમાં નિયમિત 4 હજાર લોકોને રસીનો લક્ષ્યાંક

વાપી17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મહાવેક્સિનેશન અભિયાનને સારો પ્રતિસાદ મળી રહ્યો છે

વાપી શહેરમાં ઓગસ્ટમાં રોજના 1500થી 2000 લોકોને રસી મુકવામા આવી રહી હતી, પરંતુ છેલ્લા થોડા દિવસોથી સ્થિતિ બદલાઇ છે. વાપીને વધુ ડોઝો ફાળ‌વામાં આવતાં બે દિવસથી 3500થી 4000 લોકોને વેક્સિન આપવામાં આવી રહી છે. મહાવેક્સિનેશન અભિયાનને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. આરોગ્ય કેન્દ્ર અને કેમ્પોમાં વેક્સિન મુકાવવા લોકોની ભારે ભીડ જામી રહી છે.

વાપી શહેરના આરોગ્ય કેન્દ્રો પર થોડા દિવસો પહેલા પ્રથમ ડોઝ ન આવતાં કેટલાક જાગૃત શહેરીજનોએ જિલ્લા આરોગ્ય વિભાગને રજૂઆત કરી હતી. જેને લઇ હાલ વાપી શહેરને વેક્સિનનો પુરતો જથ્થો ફાળવામાં આવ્યો છે. આ સાથે મહાવેક્સિનેશનને અભિયાન ચલાવામાં આવી રહ્યું છે. જેની સીધી અસર જોવા મળી રહી છે. કારણ કે થોડા દિવસો પહેલા વાપી શહેરમાં સરેરાશ 1500થી 2000 લોકોને રોજના રસી મુકાતી હતી, પરંતુ હવે 3500થી 4000 લોકોને રસી મુકવામાં આવી રહી છે. વેક્સિનેશન કેમ્પોમાં પણ લોકોની ભીડ ઉમટી રહી છે. વોર્ડ વાઇઝ કેમ્પોમાં સૌથી વધુ લોકોને રસી આપવામાં આવી રહી છે.

વાપી અર્બન હેલ્થ સેન્ટરના ડો.સી પાંડેના માર્ગદર્શન હેઠળ વેક્સિનેશન ચાલી રહ્યું છે. વાપી શહેરમાં પહેલેથી વેક્સિનેશનને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. લોકો સામેથી રસી મુકવવા ઉમટી રહ્યાં છે. વાપી ટાઉન મોરારજી શોપીંગ સેન્ટરમાં રસી મુકાવવા રોજ લોકોની લાંબી લાંબી લાઇનો જોવા મળે છે. અહીં અવ્યવસ્થા ન સર્જાય તે માટે ખાસ બે પોલીસ કર્મી બંદોબસ્તમાં મુકવામાં આવી રહ્યા છે. લોકોનો ધસારો ઓછો થતો નથી.

વાપીના 3 ગામોમાં 100 ટકા વેક્સિનેશન થયું
વાપી શહેરની જેમ ગ્રામ્ય વિસ્તારમાં પણ હવે ઝડપથી વેક્સિનેશન થઇ રહ્યું છે. તાલુકા હેલ્થ ઓફિસર ડો.મોનિકભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ વેક્સિનેશન ચાલી રહ્યું છે. કોચરવા,વટાર સહિત 3 ગામોમાં 100 ટકા વેક્સિનેશન થયું હોવાની માહિતી મળી રહી છે. પહેલા કરતાં હાલ વાપી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વેક્સિન લેવા લોકોની લાંબી કતારો જોવા મળી રહી છે. શહેરી વિસ્તારની સાથે ગ્રામ્યમાં પણ વેક્સિનેશનને સારો પ્રતિસાદ મળી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...