તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મુસાફરોને રાહત:હવે 9 ફેબ્રુ.થી વલસાડ-ઉમરગામ વચ્ચે સ્પેશિયલ રિઝર્વ મેમુ દોડશે

વાપી24 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
 • અપડાઉન કરતાં લોકોએ ટિકિટ કઢાવીને યાત્રા કરવી પડશે

રેલવેએ સુરત-વલસાડ વચ્ચે મેમુ ટ્રેન શરૂ કર્યા બાદ વધુ લોકલ ટ્રેન 9 ફેબ્રુઆરીથી શરૂ કરવાની જાહેરાત કરી છે. જેમાં વડોદરા-સુરત અને વલસાડથી ઉમરગામ લોકલ ટ્રેનનો સમાવેશ થાય છે. વલસાડ-ઉમરગામ સ્પેશિયલ રિઝર્વ મેમુથી મુસાફરોને રાહત થશે. જો કે રોજના અપડાઉન કરતાં મુસાફરોએ ટિકિટ કઢાવીને મુસાફરી કરવી પડશે.

ઉમરગામથી સુરત વચ્ચે ટ્રેન વ્યવહાર બંધ હોવાથી હજારો મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. રેલવે વિભાગે 2 ‌ફેબ્રુઆરીએ સુરત-વલસાડ વચ્ચે મેમુ ટ્રેન કાર્યરત કરી છે. ઉમરગામ સુધી લોકલ ટ્રેનની જાહેરાત ન કરાતાં હજારોે મુસાફરોને હાલાકી પડી રહી હતી. ત્યારે શુક્રવારે રેલવે વિભાગે વડોદરા-સુરત અને વલસાડથી ઉમરગામ લોકલ ટ્રેન 9 ફેબ્રુઆરીથી શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. જેનાથી હજારો મુુસાફરોને રાહત મળશે.

વલસાડથી ઉમરગામ વચ્ચે ટ્રેનનો સમય

 • વલસાડથી સવારે 11.40 ઉપડશે ,ઉમરગામ 1 કલાકે પહોંચશે
 • ઉમરગામથી બપોરે 2.10 ઉપડશે વલસાડ 3.20 કલાકે પહોંચશે
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો