ટેક:લોકડાઉનમાં હવે વર્ચ્યુલ મેરેથોન દોડ, એપના માધ્યમથી ઘરમાં કે સોસાયટીમાં દોડી ભાગ લો

વાપી3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • મધર્સ ડેની મેરેથોનમાં 5 કિલોમીટરની દોડ લગાવી વાપીની માધુરી વિજેતા બની

વૈશ્વિક કોરોના મહામારીમાં સમગ્ર દેશમાં બે માસના લોકડાઉનમાં લોકોએ સમયનો સદઉપયોગ કરીને પોતાની રસ અને રૂચિ મુજબ પ્રવૃતિ કરીને સમયનો સદઉપયોગ કર્યો હતો. લોકડાઉનને લઇને સમગ્ર બાહ્ય પ્રવૃતિઓ બંધ થઇ ગઇ છે એવા સંજોગમાં દેશની કેટલીક સંસ્થા દ્વારા લોકોને લોકડાઉનમાં પણ પ્રવૃતિશીલ અને સ્વસ્થ રાખવા માટે ટેકનોલોજીનો ઉપયોગ કરી રહ્યા છે. ટેકનોલોજીના માધ્યમથી મોબાઇલ એપથી હાલમાં જ વર્ચ્યુલ મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું. સામાન્ય મેરેથોનમાં લોકો એક સ્થળે ભેગા થતાં હોય છે અને સામુહિક 5, 10 કે 21 કિલોમીટરની દોડ લગાવતા હોય છે. જોકે, વર્ચ્યુલ મેરેથોનમાં ભેગા થયા વિના જ પોતાના શોખને પૂર્ણ કરવાનું સરળ રહેતું હોય છે. મોબાઇલ એપના માધ્યમથી તમે ઘરમાં કે સોસાયટીમાં નિયત સમયમાં પોતાની દોડને પુરી કરવાની રહેતી હોય છે. દોડ પુરી કર્યા બાદ આ રેકર્ડ સંસ્થાને મોકલી અાપવાનો રહેતો હોય છે. 
વાપીના ચલા વિસ્તારમાં રહેતી માધુરી પ્રસાદે હાલમાં જ વર્લ્ડ મધર્સ ડે ના દિવસે આયોજીત મેરેથોનમાં ભાગ લીધો હતો. લોકડાઉનના નિયમોના ભંગ કર્યા વિના જ માધુરી પ્રસાદે તેમની 5 કિમીની દોડ મોબાઇલ એપના માધ્યમથી પુરી કરી અને વિજેતા પણ બની હતી. આ ઉપરાંત માધુરી આગામી 31મી મે ના રોજ વર્લ્ડ નો ટોબેકો ડે ના દિવસે આયોજીત મેરેથોનમાં પણ ભાગ લઇ રહી છે. માધુરીએ અત્યાર સુધીમાં અનેક મેરેથોનમાં ભાગ લઇ વિજેતા બનીને વાપીનું ગૌરવ વધાર્યુ છે. વલ્ડનું નોટોબેકો ડેની મેરેથોન માટે અત્યાર સુધીમાં ઓનલાઇન હજારો લોકો રજિસ્ટ્રેશન કરાવ્યું છે.
મોબાઇલ એપથી લાઇવ લોકેશન રેકર્ડ થાય
મેરેથોન ઓર્ગનાઇઝ સંસ્થા દ્વારા ઓનલાઇન ફોર્મ રજીસ્ટ્રેશન કરવામાં આવતું હોય છે. ત્યારબાદ દોડ માટે ચૌક્કસ સમય નક્કી કરવામાં આવે છે. તમારા મોબાઇલ એપના માધ્યમથી તમારૂં લોકેશન, કેટલું દોડ્યા અને કેટલા સમયમાં દોડ્યા એ રેકર્ડ થઇ જતું હોય છે. આ ઉપરાંત તમારો લાઇવ વીડિયો પણ અપલોડ કરાતો હોય છે. મધર્સ ડેની મેરેથોનમાં સમગ્ર દેશમાં 2 હજારથી વધુ લોકોએ ભાગ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...