તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર વિશેષ:હવે વાપીની કંપનીઓમાં જઇને વેક્સિનેશન કેમ્પો શરૂ

વાપી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સરકારે વાપીની બે હોસ્પિટલને મંજુરી આપી, તમામ કામદારોને આવરી લેવાનો લક્ષ્યાંક

વેક્સિનેશનને વેગ આપવા વાપીની શેલ્બી,હરિયા હોસ્પિટલ તથા વલસાડની અમિત હોસ્પિટલને વેક્સિન આપવાની આરોગ્ય વિભાગે મંજુરી આપી છે. જેથી વાપીની કંપનીઓમાં ખાનગી હોસ્પિટલ દ્વારા વેક્સિનના કેમ્પો શરૂ કરાયા છે. કંપનીઓમાં તમામ કામદારોને વેક્સિન મળી રહે તેવા લક્ષ્યાંક કામગીરી હાથ ધરાઇ છે.

વાપી તાલુકામાં વેક્સિનેશનને સૌથી વધારે પ્રતિસાદ મળી રહ્યો છે. વાપી વીઆઇએમાં ફી વેક્સિનનો કેમ્પ એપ્રિલથી શરૂ કરવામાં આવ્યો હતો. જેને જોઇને હવે કંપનીઓ પોતાના ખર્ચે કામદારો માટે વેક્સિનનો કેમ્પ લગાવી રહ્યાં છે. જેના કારણે કામદારોને મોટી રાહત થઇ રહી છે. વાપી થર્ડ ફેઇઝ સ્થિત એક્રરાપેક ઇન્ડિયા પ્રા.લિ.માં માં વેક્સિનેશનનો કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતું.

વાપી હરિયા હોસ્પિટલના માધ્યમથી 125 કર્મચારીઓ અને તેમના પરિવારોજનોને વેક્સિન અપાઇ હતી. કંપનીના સંચાલક મુન્નાભાઇ શાહે જણાવ્યુ હતું કે વેક્સિનથી કામદારો સુરક્ષિત થઇ જાય છે. કોરોનાથી બચવા વેક્સિન જ મોટુ હથિયાર છે. જેથી વધારેમાં વધારે લોકો વેક્સિન લે તે જરૂરી છે. આમ હવે વાપીની કંપનીઓમાં ખાનગી હોસ્પિટલના માધ્યમથી વેક્સિન મુકાવી રહ્યાં છે.

કામદારોને મળી રહી છે મોટી રાહત
વીઆઇએ દ્વારા વેક્સિનેશન માટે સરકારમાં સતત રજૂઆતો કરાઇ હતી. મોટા ઔદ્યોગિક વિસ્તારમાં અવર-જવર કરતાં કામદારોને વેક્સિન આપવામાં આવે તો કોરોના પર અંકુશમાં રાખી શકાય છે. જે અંતગર્ત હવે આરોગ્ય વિભાગે હોસ્પિટલોને વેક્સિન માટે મંજુરી આપવાનું શરૂ કર્યુ છે.

કંપનીઓમાં હોસ્પિટલ દ્વારા વેક્સિનેશન
વાપીમાં શેલ્બી અને હરિયા હોસ્પિટસને મંજુરી આપતાં કંપનીઓમાં વેક્સિનેશનના કેમ્પો ચાલી રહ્યાં છે. વલસાડ અમિત હોસ્પિટલને પણ મંજુરી આપી છે. ખાનગી હોસ્પિટલોના માધ્મયથી કંપનીઓમાં વેક્સિનેશન ચાલી રહ્યું છે . તમામ લોકોને વેક્સિનેશન ડ્રાઇવમાં આવરી લેવામાં આવશે. > અનિલ પટેલ, આરોગ્ય અધિકારી, વલસાડ જિલ્લા

અન્ય સમાચારો પણ છે...