તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મૃત્યુદરમાં ઘટાડો:હવે મુક્તિધામમાં રોજના સરેરાશ 1 મૃતકને અગ્નિસંસ્કાર

વાપી22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 5 જુુલાઇ સુધીમાં માત્ર 8 અગ્નિસંસ્કાર, જુનમાં 4 શબો આવતા હતા

વાપીમાં કોરોનાના કેસો એકદમ ઘટી જતાં લોકોએ હાશકારો અનુભવ્યો છે. આ સાથે વાપી મુક્તિધામમાં પણ મૃતકોની સંખ્યા રાબેતા મુજબ થઇ ગઇ છે. જુનનાં પ્રથમ અઠવાડિયામાં રોજના 3થી 4 મૃતકોને અગ્નિસંસ્કાર આપવામાં આવતો હતો, પરંતુ હાલ રોજના એક મૃતકની જ અંતિમવિધિ થઇ રહી છે. 1 થી 5 જુલાઇ દરમિયાન કુલ 8 મૃતકોને અગ્નિસંસ્કાર કરવામાં આવ્યાં છે. મુક્તિધામમાં મૃતકોની સંખ્યા સામાન્ય દિવસોની જેમ થઇ રહી છે.

વાપી દમણગંગા નદી કિનારે આવેલાં અઘત્તન મુક્તિધામ સ્મશાન કોરોનાકાળમાં સૌથી વ્યસ્ત બન્યુ હતું. જિલ્લાભરના મૃતકોના શબો અહી અંતિમવિધિ માટે આવતાં હતાં. એપ્રિલ-મે માસમાં રોજના 18થી 20 મૃતદેહોના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા, પરંતુ હાલ સ્થિતિમાં એકદમ બદલાવ આવી ગયો છે. ફરી કોરોના પહેલા જેવી સ્થિતિ જોવા મળી રહી છે. કારણ કે હવે રોજના એક કે બે જ મૃતકોને અગ્નિદાહ આપવામાં આવી રહ્યો છે.

1 થી 5 જુલાઇમાં માત્ર 8 મૃતકોની અંતિમવિધિ અહી કરવામાં આવી છે. જુનમાં કોરોનાના કેસો ઘટયા બાદ 3થી 4 મૃતકોને અગ્નિદાહ અપાતો હતો, પરંતુ હાલ સરેરાશ રોજના એક જ મૃતકને અગ્નિદાહ આપવામાં આવી રહ્યો છે. બીજી લહેરમાં વાપીમાં કેસો પ્રમાણમાં ઓછા આવ્યા છે. અન્ય સ્થળોએ વાપી મુક્તિધામમાં મૃતદેહો આવી રહ્યા હતાં. હાલ તેના પર પણ બ્રેક લાગી છે.ધીમે-ધીમે કોરોના પહેલા જેવી સ્થિતિ ઉદભવતાં લોકોએ પણ હાશકારો અનુભવ્યો છે.

વાપી, પારડી અને કપરાડા સ્મશાનોમાં પણ કોરોનાથી મૃત્યુદરનું પ્રમાણ ઘટયું
વાપી મુક્તિધામની સાથે આજુબાજુના ગામોમાં આવેલા સ્મશાનોમાં પણ કોરોના પહેલા જેવી સ્થિતિ જોવા મળી રહી છે. કોરોનાકાળમાં દરેક સ્મશાનોમાં વધુ ભારણ હતુ, હાલ વાપીની સાથે પારડી વૈકુઠધામ,કપરાડા,અતુલ સહિતના સ્મશાનોમાં મૃત્યુદરનું પ્રમાણ ઘટતાં મૃતદેહો ઓછા આવી રહ્યાં છે. કોરોનાના કેસો ઘટવાની સાથે મૃત્યુદરનું પ્રમાણ ઘટી જતાં ફરી સ્થિતિ સામાન્ય થઇ રહી છે.

અન્ય સમાચારો પણ છે...