કાર્યવાહી:ભીલાડ-પારડીના વેપારીને ખોટી બ્રાંડના વેચાણ મામલે નોટિસ

વાપી9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સાબુદાણા અને ઘીના નમુના નાપાસ થતા કાર્યવાહી

વલસાડ જિલ્લામાં ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા જુલાઈ માસ દરમિયાન વિવિધ ખાદ્ય પદાર્થોનું વેચાણ કરતા વેપારીને ત્યાંથી ખાદ્ય પદાર્થોની ચકાસણી કરવા માટે 64 જેટલા નમુનાઓ લેવામા આવ્યા હતાં. કુલ 30 નમુનાઓની તપાસ કરાઇ હતી. તેમજ આ નમુનાઓ અને ગત માસના બાકી રહેલા 64 નમુનાઓ પૈકી 28 નમુનાઓ સામાન્ય જણાઈ આવ્યા હતાં.

34 નમુનાઓના પરિણામ મળવાના બાકી છે તેમજ 2 નમુનાઓ ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ-2006ના નિયમો અને રેગ્યુલેશન અનુસાર ગુણવતા ધરાવતા ન હોવાથી નાપાસ થયા હતો. જેથી 2 વેપારીને તંત્ર દ્વારા નોટિસ આપી હતી. ફૂડ સેફ્ટી ઓફિસર આર.એમ.પટેલ અને કે.જે.પટેલે તપાસ કરીને સાબુદાણા 500 ગ્રામ પેકેટ અને ગાયનું ઘીના પ્લાસ્ટિક જારનું વેચાણ કરતા બે વેપારીઓને ખોટી બ્રાંડ અને સબ સ્ટાન્ડર્ડ આનુસાર વેચાણ કરતા નોટિસ આપી હતી.

ભિલાડની મુક્તા રેસિડેન્સી, શોપ નં. 2,3,4,5 સ્વામિનારાયણ ગુરૂકુળની સામે આવેલા આઈડીયલ મેગામાર્ટના અસીમાનંદ અરુણકુમાર પાન્ડેને અને પારડી પંચલાઈ સડક ફળિયા ખાતે આવેલા એમ/એસ. ધનલક્ષ્મી સુપર સ્ટોરના પરેશભાઈ શંકરભાઈ માલીને નોટિશ આપી હતી.

અન્ય સમાચારો પણ છે...