વાપી પાલિકાએ છેલ્લા એક વર્ષમાં એનઓસી વગરના રહેણાંક વિસ્તારના બિલ્ડીંગોને નોટિસ આપી હતી. અગાઉ કેટલાકના નળકનેકશનો પણ કાપવામાં આવ્યાં હતાં. ફરી સુરત દક્ષિણ ઝોનના ફાયર ઓફિસરના માર્ગદર્શન હેઠળ 83 જેટલા એનઓસી વગરના હાઇરાઇઝ બિલ્ડીંગોને વાપી પાલિકાએ નોટિસ આપી હતી. જોકે અગાઉ પણ અનેક વખત પાલિકાએ નોટિસ આપી ઔપચારિકતા પૂર્ણ કરી છે.
વાપી પાલિકા દ્વારા છેલ્લા બે વર્ષમાં રાજયમાં આગની મોટી ઘટના બાદ સ્કુલો, હોસ્પિટલો,હોટલો અને રહેણાંક વિસ્તારની સોસાયટીમાં ફાયર એનઓસીની ચકાસણી કરી હતી. જેમાં ફાયર એનઓસી વગરવા બિલ્ડીંગોને નોટિસો ફટકારી હતી, ગણતરીના બિલ્ડીંગો સામે કાર્યવાહી કરાઇ હતી,પરંતુ ત્યારબાદ ફરી જૈસે થે જેવી સ્થિતિ જોવા મળી રહી છે.
ફરી દક્ષિણ ઝોનના ફાયર ઓફિસરના માર્ગદર્શન હેઠળ 83 હાઇરાઇઝ બિલ્ડીંગના સંચાલકોને ફાયર એનઓસી માટે પાલિકાએ નોટિસ ફટકારી છે.પરંતુ દર વખતે પાલિકા માત્ર નોટિસ જ આપે છે, કોઇ એકશન લેવામાં ન આવતાં પાલિકાની નોટિસ માત્ર કાગળ પર રહી જાય છે. બીજી તરફ પાલિકા પાસે કાયમી ફાયર ઓફિસર ન હોવાથી કાર્યવાહી કરવામાં વિલંબ આવતો હોવાનું ચેરમેન સહિત પાલિકાના સત્તધિશો જણાવી રહ્યાં છે.
ઉણપ| નગરમાં 10 માળના હાઇરાઇઝ ટાવરોની ભરમાર છતાં આગ બુઝાવવા પૂરતા સાધનો નથી
1995થી પાલિકામાં કાયમી ફાયર ઓફિસરની માગ પડતર
વાપી નગરપાલિકા અસિત્વમાં આવ્યાં બાદ મહેકમ નકકી કરવામાં આવ્યું હતું. 1995માં પાલિકાની રચના સમયથી ફાયર ઓફિસરની નિમણૂંક કરવામાં આવી ન હતી. ફાયર સેફટીની એનઓસીની તમામ પ્રક્રિયા સુરત મ્યુનિસિપલ કોર્પેરેશનના ફાયર ઓફિસર દ્વારા કરવામાં આવે છે. પાલિકા દ્વારા અહીંથી એનઓસીની પ્રક્રિયા કરી સુરત મોકલી આપે છે. સુરત મ્યુસિપલના ફાયર ઓફિસર એનઓેસીને મંજૂરી આપી છે. એનઓસી પૂર્વે બિલ્ડીંગોની ચકાસણીની પ્રક્રિયા પણ સુરતથી થાય છે.
વાપી બિગ્રેડની આંકડાકીય સ્થિતિ
કાયમી ફાયર ઓફિસર 0
ફાયર ફાઇટરમાં 7ની જગ્યાએ 3 જ કર્મચારીઓ
કુલ સ્ટાફ 30ની જગ્યાએ 17
2 લાખની વસ્તી પ્રમાણે 50 ટકા સ્ટાફ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.