તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નોટિસ ઇસ્યુ:લાંબા સમયથી વેરો નહીં ભરનારા વાપીના 2600 મિલકત ધારકોને નોટિશ

વાપી4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • મિલકત સિલ કરવા સુુધીનુું અલ્ટીમેટમ

વાપી પાલિકાએ લાંબા સમયથી વેરો ન ભરતાં મિલકત ધારકોની યાદી તૈયાર કરી નોટિશ ઇસ્યુ કરી છે. જેમાં 2600 જેટલા મિલકત ધારકોને બે વર્ષથી વેરો ન ભરતાં પાલિકાએ નોટિશ ફટકારી છે. નોટિશ બાદ મિલકત વેરો ભરવામાં ન આવે તો મિલકત સિલની કાર્યવાહી કરવાની ચિમકી આપવામાં આવી છે. જો કે આ વર્ષે પાલિકાએ અત્યાર સુધીમાં 87 ટકા વેરા વસુલાત પૂર્ણ કરી દીધી છે.

વાપી પાલિકા દ્વારા આ વર્ષે મિલકત ધારકોને વેરા માટે રાહત અપાઇ હતી. વળતરની સ્કીમ વખતે શનિ-રવિવારમાં પણ પાલિકા કચેરીને ખુલ્લી રાખવામાં આવી હતી. જેના કારણે 12 કરોડના માગણાં સામે અત્યાર સુધીમાં 10.44 કરોડની વસુલાત થઇ ચુકી છે. 87 ટકા લક્ષ્યાંક પૂર્ણ થયા બાદ તાજેતરમાં ફરી વેરા વસુલાતનું અભિયાન પાલિકા દ્વારા હાથ ધરવામાં આવ્યુ છે. જેમાં બે વર્ષથી વેેરો ન ભરતાં મિલકત ધારકોની યાદી તૈયાર કરવામાં આવી હતી.

600 જેટલા મિલકત ધારકોને વેરો ન ભરતાં નોટિશ ફટકારવામાં આવી છે. આ અંગે ચીફ ઓફિસર દર્પણ ઓઝાએ જણાવ્યુ હતું કે બાકીદારો ઝડપથી વેરો પાલિકામાં ભરી દે તે માટે નોટિશ અપાઇ છે. આગામી 15થી 20 દિવસમાં વેરો ન ભરે તો મિલકત સિલની કાર્યવાહી કરવાનું પાલિકાએ નકકી કર્યું છે.

ફ્રી ડસ્ટબીનનું વિતરણ છતાં આવતાં નથી
વાપી પાલિકાએ હાલ ફ્રી ડસ્ટબીન વિતરણની જાહેરાત કરી છે. જેમાં અગાઉ ડસ્ટબીન લીધેલી ન હોય તેમણે ચાલુ વર્ષની વેરાની ઓરિજીનલ અને ઝેરોક્ષ કોપી લઇ પાલિકાની ચલા,ડુંગરા અને વાપી કચેરી સમય દરમિયાન 31 જાન્યુઆરી 2021 પહેલા મેળવી લેવાનું જણાવ્યુ છે,આમ છતાં મિલકત ધારકો ફી ડસ્ટબીન લેવા માટે જતાં નથી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો