રિયાલિટી ચેક:વાપી પાલિકામાં કલેકટરના આદેશનું પાલન નહીં, મામલતદાર કચેરીમાં બંને ડોઝ લેનારને જ પ્રવેશ

વાપી12 દિવસ પહેલા
  • કૉપી લિંક
મામલતદાર કચેરી - Divya Bhaskar
મામલતદાર કચેરી
  • જિલ્લામાં છેલ્લા એક સપ્તાહમાં કોરોનાના કેસમાં ચિંતાજનક વધારો છતાં ગાઇડ લાઇનના ધજાગરા
  • કોરોના​​​​​​​ સંક્રમણ વધવા છતાં પણ પાલિકા કચેરીમાં બહાર કોઇ સૂચનાના બોર્ડ પણ ન લાગ્યા, અન્ય કેટલીક કચેરીઓમાં હજી પણ અમલવારીની જોવાતી રાહ

જિલ્લા કલેકટરે ક્ષિપા આગ્રેએ 1 જાન્યુઆરીએ કોરોના રસીના બંને ડોઝ મુકનાર અરજદારોને સર્ટિ. દર્શાવ્યા બાદ કચેરીમાં પ્રવેશ આપવાની જાહેરાત કરી હતી, આ અંગે દિવ્ય ભાસ્કરની ટીમે વાપી પાલિકાની કચેરીમાં ચકાસણી કરતાં કલેકટરના આદેશનું પાલન થતુ જોવા ન મળ્યુ હતું. મામલતદાર કચેરીમાં (તાલુકા સેવા સદન) બંને રસીના ડોઝ લેનારને પ્રવેશ આપવામાં આવી રહ્યો છે.

વાપી પાલિકા કચેરીમાં કોરોના સંક્રમણની ગંભીરતા જોવા મળી ન હતી. બંને ડોઝ લેનારને પ્રવેશ અંગેના બોર્ડ શુધ્ધા લગાડવામાં આવ્યાં નથી. કચેરીમાં આવતાં અમુક લોકોના જ ટેમ્પરેચર લેવામાં આવતા નથી. જેથી કચેરીમાં કોરોના સંક્રમણ વધે તો નવાઇ નહિ. જયારે વાપી તાલુકા સેવા સદનની બહાર કડક ચકાસણી કરવામાં આવી રહી છે.પોલીસકર્મીઓની હાજરી વચ્ચે બે ડોઝ લેનાર અરજદારોના રસીના સર્ટિ.ની ચકાસણી બાદ જ પ્રવેશ આપવામાં આવી રહ્યો છે.

અન્ય સરકારી કચેરીમાં ટેમ્પરેચર ચેક કરી પ્રવેશ
વાપી અર્બન હેલ્થ સેન્ટર, જીઆઇડીસી કચેરી સહિત વાપી શહેર અને તાલુકાની સરકારી કચેરીઓમાં અરજદારોને ટેમ્પરેચર ચેક કરી પ્રવેશ અપાઇ છે. આ કચેરીઓમાં ભીડ વધુ હોવાથી સંક્રમણ અટકાવવા હજુ કડક પગલાની જરૂર છે. જેથી પ્રથમ લહેરમાં વાપીમાં સૌથી વધુ કેસો આવ્યા હતા, તે ત્રીજી લહેરમાં આવતાં અટકાવી શકાય.

ડેપો -સ્ટેશન પર સામાજિક અંતરના ધજાગરા
વાપી રેલવે સ્ટેશન અને એસટી ડેપો પર પણ કોરોના સંક્રમણ અટકાવવા તંત્ર દ્વારા પુરતા પ્રયાસો થયા હોય એવું લાગી રહ્યુ નથી.કારણ કે આ બંને જાહેર સ્થળોએ સામાજિક અંતરના ધજાગરા જોવા મળી રહ્યો છે. રેલવે સ્ટેશન અને ડેપો પર આરોગ્ય કર્મચારીઓ મુસાફરોનું ટેમ્પરેચર ચેક કરી રહ્યાં છે,પરંતુ બસો અને ટ્રેનોની અંદર સામાજિક અંતર જળવાતુ નથી.

હવે પાલિકા કચેરીમાં અમલ શરૂ કરાશે
વાપી પાલિકા કચેરીમાં બંને ડોઝ લેનારને પ્રવેશ અંગે નિયમોનું પાલન કરાશે. પહેલા કચેરી બહાર બોર્ડ,સ્ટીકર લગાવામાં આવશે. ત્યારબાદ બંને ડોઝ લેનાર અરજદાર રસીના સર્ટિ. દર્શાવે તેને પ્રવેશ આપવામાં આવશે. કોરોના સંક્રમણ અટકાવવા તમામ પ્રયાસો કરાશે. > શૈલેશ પટેલ,ચીફ ઓફિસર,વાપી પાલિકા

અન્ય સમાચારો પણ છે...