તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:દમણમાં કોરોનાનો એકપણ કેસ નહિ,દાનહમાં એક કેસ

વાપી15 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • દમણમાં કુલ1.99 લાખ લોકોનું રસીકરણ

દમણમાં બુધવારે એક કેસ નોંધાયા બાદ ફરી ગુરૂવારે એક પણ કેસ ન નોંધાતા એક્ટિવ કેસની સંખ્યા હાલ પ્રદેશમાં માત્ર 6 રહી છે. કોરોના કેસમાં નોંધપાત્ર ઘટાડો થયા બાદ કન્ટેનમેન્ટ ઝોન પણ ત્રણ રહ્યા છે. ગુરૂવારે દમણ જિલ્લામાં ગુરૂવારે 412 સેમ્પલ લેવાયા હતા જે પૈકી કોરોના પોઝિટિવનો એક પણ રીપોર્ટ આવ્યો ન હતો. જ્યારે પ્રદેશમાં હાલમાં એક્ટિવ કેસની સંખ્યા માત્ર 6 રહી છે. દમણ જિલ્લામાં ગુરૂવારે પાંચ કેન્દ્ર ઉપર 18 વર્ષથી વધુ ઉંમરના કુલ 820 લોકોને વેક્સિન આપવામાં આવતા અત્યાર સુધીમાં કુલ વેક્સિનેટેડની સંખ્યા 1 લાખ 99 હજાર ઉપર પહોંચી છે.

દાદરા નગર હવેલીમાં ગુરૂવારે કોરોના પોઝિટિવનો 1 કેસ નોંધાયો હતો.જે સાથે હાલમાં પ્રદેશમાં કુલ 25 કેસ સક્રિય છે.અત્યાર સુધીમાં 5827 કેસ રિકવર થઇ ચુક્યા છે તો ત્રણ વ્યક્તિનું મોત જાહેર કરાયું છે.આજે પ્રદેશમાં આરટીપીસીઆરના 209 ટેસ્ટ કરાયા હતા જેમાંથી 1નો રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતો. આ સામે 6 દર્દી રિકવર થતા રજા આપવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...