કોરોનામાં પણ રક્તદાતા જાગૃત:વાપીની બ્લડ બેન્કમાં લોહીની અછત ન વર્તાઈ, 3 વર્ષની તુલનાએ કોરોના કાળમાં વધુ લોહી એકત્ર

વાપી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સ્પેશિયલ મંજુરી લઇને ડોનરોની આવવા-જવાની વ્યવસ્થા કરાઇ હતી

વાપી તથા આજુબાજુના વિસ્તારમાં કોરોના કાળ દરમિયાન બ્લડ ડોનેશન કેમ્પો બંધ થઇ ગયા હતાં. જાહેર કાર્યક્રમો બંધ થતાં લોહીની અછતનને ધ્યાનમાં લઇ વાપી લાયન્સ બ્લડ બેન્કે સરકારમાં ખાસ મંજુરી મેળવી કોરોના કાળમાં ડોનરોને લાવવા-મુકવાની વ્યવસ્થા કરતાં લોહીની અછત થઇ ન હતી. છેલ્લા ત્રણ વર્ષની તુલનાએ કોરોના કાળમાં વધુ લોહી એકત્ર કરવામાં સફળતા મેળવી હતી. ડોનરો જાગૃત હોવાથી ઇમરજન્સી સમયે દર્દીઓને બ્લડ મળી રહ્યું હતું.

વાપી વિસ્તારની સૌથી મોટી લાયન્સ કલબ સંચાલિત પુરીબેન પોપટભાઇ લાખા બ્લડ બેન્કમાં કોરોના કાળમાં પણ બ્લડ ઘટયું ન હતું. કારણ કે કોરોના કાળમાં બ્લડ બેન્કના ટ્રસ્ટીઓ અને કર્મચારીઓએ વિશેષ કામગીરી કરી હતી. કેમ્પો બંધ થતાં કંપનીઓ,શાળા-કોલેજ અને સોસાયટીમાં રહેતા ડોનરો બ્લડ ડોનેટ કરી શકે તે માટે સરકાર પાસે સ્પેશિયલ મંજુરી સાથે પાસ મેળવામાં આવ્યા હતાં. બ્લડ બેન્કના ટ્રસ્ટી અશોકભાઇ શુકલાએ જણાવ્યું હતું કે અમારા કેતનભાઇ જોષી અને કમલેશભાઇ પટેલ (વીઆઇએ પ્રમુખ) ની ગાડીમાં ડોનરોને લાવવા લઇ જવાની તમામ વ્યવસ્થા ગોઠવામાં આવી હતી.

કંપનીઓમાંથી ડોનરોને બોલાવી બોલાવીને ટ્રાવેલિંગ પાસ સાથે બ્લડ એકત્ર કરવામાં આવ્યું હતું. સાથે ડોનરોએ પણ જીવના જોખમે કોરોના કાળમાં બ્લડ બેન્કમાં આવીને બ્લડ આપ્યું હતું. બ્લડ બેન્કના સ્ટાફે પીપીઇ કીટ પહેરીને બ્લડ એકત્ર કરવાની કામગીરી કરી હતી. પરિણામે કોરોના કાળમાં બ્લડ બેન્કમાં લોહીની અછત પડી નથી.

ત્રણ વર્ષમાં વાપી લાયન્સ બ્લડ બેન્કની સ્થિતિ

વર્ષકેટલુ મળ્યુ

કેટલુ આપ્યુ (યુનિટ)

2018-201935783414
2019-202037403531
2020-202136523484

છેલ્લા ત્રણ વર્ષમાં પારડી બ્લડ બેન્કની સ્થિતિ

વર્ષકેટલુ મળ્યુ

કેટલુ આપ્યુ (યુનિટ)

2018-201921752007
2019-202021061954
2020-202118251976

​​​​​​​યુવાનોએ પારડીમાં લોહીની અછત ન થવા દીધી
વાપીની જેમ માનવ આરોગ્ય સેવા કેન્દ્ર સંચાલિત પારડી બ્લડ બેન્કમાં ડો.એમ.એમ.કુરેશી,100થી વધુ વખત લોહી આપનાર સંજય બારિયા,દિનેશ સાકરિયા સહિતના આગેવાનોએ કોરોના કાળમાં લોહીની અછત ન રહે તે માટે અથાગ પ્રયાસો કર્યા છે. ખાસ કરીને પારડીના 10 યુવાનોની ટીમ બ્લડ માટે સતત કાર્યરત રહે છે. આ યુવાનોનું 15 ઓગષ્ટે રામચોક ખાતે સન્માન પણ કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...