ઉદ્યોગોને ફટકો:વાપીથી મોકલાતાં પીએસએસ (પ્રિ શિપમેન્ટ સેમ્પલ) ચીનમાં જોવા કોઇ તૈયાર નથી

વાપીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ચીનમાં લોકડાઉનના કારણે કાચોમાલ(મટીરીયર્લ્સ) આવવાનું ઓછું થતાં સ્થાનિક ઉદ્યોગોને અસર

વાપીના ઉદ્યોગો મોટા ભાગના દેશો સાથે આયાત-નિકાસ કરે છે. જેમાં વાપીના ઉદ્યોગો ડાઇઝ, ઇન્ટર મેડિયેટ, ફાર્મા ઇન્ટર મેડિયેટ,સ્પેશ્યાલિટીઝ કેમિકલ સહિતનો કાચો માલ ચીનથી મંગાવે છે. જયારે વિવિધ રો-મટીરીયર્લ્સ ચીનમાં નિકાસ કરવામાં આવે છે,પરંતુ હાલ ચીનના મહત્વના શહેરોમાં લોકડાઉન છે. જેના કારણે ઉદ્યોગો પર તેની અસર પડી રહી છે.

મટીરીયર્લ્સ મોકલાવા પહેલા વાપીના ઉદ્યોગકારો ચીનના શહેરોમાં પીએસએસ( પ્રિ શિપમેન્ટ સેમ્પલ) કુરિયરથી મોકલે છે.ત્યારબાદ લેબોરેટરીમાં સેમ્પલોની ચકાસણી કરવામાં આવે છે. સમગ્ર એનાલિસીસ બાદ જ ચીનના ઉદ્યોગકારો મટીરીયર્લ્સ માટે ઓર્ડર આપે છે. પરંતુ હાલ લોકડાઉનના કારણે વાપીથી ચીન મોકલેલા પીએસએસ સેમ્પલો કોઇ જોવા તૈયાર નથી.

લોકડાઉનના કારણે કુરિયરને કોઇ હાથ લગાવતું નથી. સેમ્પલોના એનાલિસીસ ન થવાથી વાપીના ઉદ્યોગકારો વેપાર આગળ કરી શકતા નથી. બીજી તરફ ચીનથી રો-મટિરીયલ આવવાનું ઓછુ થતાં વાપીના ઉદ્યોગકારો ચિંતત બન્યાં છે. કારણ કે અગાઉથી સંગ્રહ કરેલું મટીરીલ્યર્સ પૂર્ણ થવાના આરે છે. જેથી કાચામાલની અછત ઊભી થઇ રહી છે. લઘુ ઉદ્યોગ ભારતીના પ્રાંત પ્રમુખ શરદ ઠાકરે જણાવ્યું હતું કે ચીનમાં લોકડાઉનની અસર છે.

કન્ટેનરો ન આવતાં વેપારને અસર
કોરોનાના કારણે ઉદ્યોગોની હાલત બગડી હતી, પરંતુ હવે તમામ પ્રકારના રો-મીટીરીયલના ભાવોમાં વધારો થયો છે. ટ્રાન્સપોટેશન,કોલસા અને ગેસના ભાવો વધતાં ઉદ્યોગોની સ્થિતિ ખરાબ થઇ રહી છે. હવે ચીનમાં લોકડાઉન હોવાથી આયાત-નિકાસને સીધી અસર થઇ રહી છે.વાપીથી જતુ મટીરીયર્લ્સ અટકી ગયું છે. જેના કારણે પેમેન્ટનું રિસ્ક વધી રહ્યું છે. વાપીમાં મહિને સરેરાશ 15 થી 20 કન્ટેનરો કાચા માલના આવે છે. પરંતુ હાલ કાર્ગો ન આવતાં ઉદ્યોગોને અસર થઇ રહી છે.

ચીનના શાંઘાઇથી કોઇ રિપ્લાય આવતો નથી
વાપીથી ઘણાં ફાર્માના એપીઆઇ કેટેગરીના રો-મટિરીયલ ચીનના શાંઘામાં નિકાસ થાય છે. હાલ કુરિયરથી ચીન જતાં અમારા પ્રિ શિપમેન્ટ સેમ્પલનું એનાલિસીસ થતું નથી. કોઇ રિપ્લાય પણ આવતો નથી. ઘણો સમય લાગી રહ્યો છે. નિકાસ કરવાનો માલ કંપનીમાં જગ્યા રોકે છે. આ સાથે પેમેન્ટ પણ સ્ટોપ થઇ રહ્યું છે. જેના કારણે વેપારને સિધી અસર થઇ રહી છે. - પ્રકાશ ભદ્રા, માજી પ્રમુખ, વાપી વીઆઇએ

અન્ય સમાચારો પણ છે...