ચોરી:NIR મહિલાએ ચોર સાથે બાથ ભીડી, મોબાઇલ લઇને ફરાર, પરિવાર અમેરિકામાં છે જ્યારે મહિલા હાલ ઉમરગામમાં છે

વાપી3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઉમરગામના ટાઉન વિસ્તારમાં દત્ત મંદિર નજીક વૃદ્ધ માતા સાથે એનઆરઆઇ મહિલાના ઘરમાં શુક્રવારે રાત્રીએ એક ચોર ઘુસી ગયો હતો. જોકે, મહિલા જાગી જતા ચોરને પકડવા માટે તેની સાથે બાથ ભીડી હતી. અંતે ચોર મહિલાનો મોબાઇલ ઝૂંટવીને ફરાર થઇ ગયો હતો.

સહપરિવાર અમેરિકામાં રહેતી 58 વર્ષીય રેણુબેન ઉમેશભાઇ સંજાણવાલા ગત નવેમ્બર માસમાં અમદાવાદ ખાતે રહેતી માસીને ત્યાં આવી હતી. જોકે, ત્યારબાદ લોકડાઉન પૂર્વે તે તેમના ઉમરગામ ટાઉનમાં આવેલા ઘરે તેમની માતા સાથે રહેતી હતી. શુક્રવારે રાત્રીએ રેણુબેન અને તેમની માતા સુતેલા હતા ત્યારે મધરાત્રીએ નીચે સુતેલા તેમની માતાને જોવા માટે ઉતર્યા હતા ત્યારે કિચનમાંથી અવાજ અને ટોર્ચની રોશની દેખાતા તેમને ચોરની આશંકા ગઇ હતી. રસોડાની લાઇટ ચાલુ કરવા જતા એક માણસ દેખાયો હતો જેને પકડવા જતા બૂમાબૂમ કરતાં તેની સાથે ઝપાઝપી થઇ હતી જે દરમિયાન તેઓ નીચે પડી જતા તસ્કર તેમના હાથમાંથી આઇફોન મોબાઇલ ઝૂંટવીને ફરાર થઇ ગયો હતો. ચોર ગયા બાદ ઘરમાં તપાસ કરતાં કોઇ અન્ય ચીજ ચોરીમાં ન ગઇ હોવાનું જાણવા મળ્યું હતું. ચોરે માત્ર જૂનો ફ્રીજ ખોલીને તેમાં મુકેલા ભગવાનના કપડાં અને દાગીના વેરવિખેર કર્યા હોવાનું જણાયું હતું.

અન્ય સમાચારો પણ છે...