તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એન્ટિલિયા કેસ:દમણથી જપ્ત વોલ્વો કારમાં જ મુંબઇના મનસુખની હત્યાની NIAને શંકા

મુંબઈ,વાપી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 17 માર્ચની રાત્રે આગળની સીટ પર મનસુખ બેઠેલો હોય એવા CCTV ફૂટેજ મળ્યાં, આ કેસમાં કેટલાક હવાલા ઓપરેટરો ગુજરાતના

દમણના ઉદ્યોગપતિ પાસેથી જપ્ત બ્લુ રંગની વોલ્વો કાર એનઆઈએ દ્વારા શુક્રવારે મુંબઈમાં લાવવામાં આવી હતી. આ કારમાં જ મનસુખ હિરનની હત્યા કરવામાં આવી હોઈ શકે એવી એનઆઈએને શંકા છે. આથી તે દિશામાં તપાસ ચાલુ છે.નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઈએ) દ્વારા મુંબઈના ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના નિવાસસ્થાન એન્ટિલિયાની બહાર વિસ્ફોટક પદાર્થ સાથે કાર મૂકવાના અને આ કારના માલિક મનસુખ હિરનની રહસ્યમય સંજોગોમાં થયેલા મોતના કેસની સઘન તપાસ કરવામાં આવી રહી છે.

એનઆઈએના અધિકારીઓ દમણથી આ ભૂરા રંગની વોલ્વો કાર મુંબઈ લાવ્યા હતા. કારનું પંચનામું અને વિડિયો શૂટિંગ શુક્રવારે કરવામાં આવ્યું હતું. કાર હાલમાં ફોરેન્સિક્સ નિષ્ણાતો પાસે છે. સીસીટીવી કેમેરાના ફૂટેજમાં મનસુખ 17 એપ્રિલની રાત્રે લગભગ 8.25 કલાકે એક સિગ્નલ બંધ હતુ઼ તે દરમિયાન આ કારની આગળની સીટ પર બેઠો જોવા મળ્યો હતો. એનઆઈએ સચિન વાઝે અને અન્ય આરોપીઓની આ અંગે પૂછપરછ કરી રહી છે. આ મામલામાં ટૂંક સમયમાં ચોંકાવનારી વિગતો બહાર આવે તેવી શકયતા છે.

દરમિયાન એનઆઈએના અધિકારીઓએ ગુરુવારે રાત્રે ફોરેન્સિક નિષ્ણાતોની મદદથી થાણે ખાડી ખાતે વેપારી મનસુખ હિરનની હત્યાના સીન ઘટનાસ્થળે જઈને ફરીથી રિક્રિયેટ કર્યા હતા. વાઝેને એ સમયે હાજર રખાયો હતો. દરમિયાન 25 ફેબ્રુઆરીના રોજ ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના નિવાસસ્થાનની બહાર વિસ્ફોટક પદાર્થો મૂકવા માટે મનસુખ હિરનનો ઉપયોગ કર્યા બાદ તેને મોતને ઘાટ ઉતારવાનો આરોપ વાઝે પર છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

    વધુ વાંચો