ક્રાઇમ:વાપીની સગીરા સાથે પડોશી નરાધમે 3 વાર દુષ્કર્મ આચર્યું

વાપી12 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • માતા-પિતા નોકરીએ જતા બળજબરીથી ખેંચી જતો હતો

વાપી ટાઉન હદ વિસ્તારમાં આવેલ એક ચાલીમાં રહેતી એક 12 વર્ષીય સગીરાના પડોશમાં રહેતો ઇસમ સગીરાને બળજબરીથી અવારનવાર પોતાના રૂમમાં ખેંચીને લઇ જઇ દુષ્કર્મ આચરતા આ અંગે પોલીસમાં ફરિયાદ નોંધાવાઇ છે. પોલીસે દુષ્કર્મનો ગુનો નોંધી આરોપીને પકડવા તજવીજ હાથ ધરી છે. વાપીના ચલા વિસ્તારમાં આવેલ એક ચાલીમાં રહેતી 12 વર્ષની સગીરાએ બુધવારે ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, તેના માતા-પિતા દમણ ખાતે એક કંપનીમાં નોકરી કરે છે અને તેઓ ત્રણ બહેન અને એક ભાઇ છે. જેમાં તે સૌથી મોટી છે.

બે માસ અગાઉ આરોપી સુનીલ ઉર્ફે ચીની રામ અવધ યાદવ મુળ આજમગઢ ઉત્તરપ્રદેશ તેની ચાલીમાં ઘરની બાજુમાં રહેવા માટે આવ્યો હતો અને સગીરા સાથે કોઇ પણ બહાને વાતચીત કરતો હતો. 15 દિવસ અગાઉ માતા-પિતા નોકરી ઉપર ગયા હતા ત્યારે આરોપીએ તેની પાસેથી કાસ્કી માંગતા તે સુનીલને તેના ઘરે કાસ્કી આપવા ગઇ હતી. તે સમયે સગીરાને પોતાના ઘરમાં ખેંચીને દરવાજો બંધ કરી આરોપીએ મોઢા પર એક હાથ મૂકી તેની સાથે બળજબરીથી દુષ્કર્મ આચર્યો હતો. જે બાદ પરિવારને આ અંગે જાણ ન કરવા ધાકધમકી આપી હતી.

તેમજ 5 દિવસ અગાઉ સગીરાનો નાનો ભાઇ રમતા રમતા આરોપીના ઘરે પહોંચી જતા તેને લેવા ગયેલી સગીરાને ઘરમાં ખેંચી ભાઇને નાની બહેન સાથે ઘરે મોકલાવી ફરીવાર આરોપીએ દુષ્કર્મ આચર્યું હતું. 27 જુલાઇ 2022ના રોજ પણ સવારે પોતાના ઘરે લઇ જઇ જબરજસ્તીથી બદકામ કરતા સગીરાએ આ અંગે પોતાની નાનીને જાણ કરી હતી. જેને લઇ નાનીએ સગીરાની માતાને ફોન ઉપર આ અંગે જાણ કરતા તે કંપનીમાંથી રજા લઇને વાપી આવી હતી અને પોલીસમાં ફરિયાદ કરતા પોલીસે દુષ્કર્મ અને પોક્સો એક્ટનો ગુનો નોંધી આરોપીને પકડવા તજવીજ હાથ ધરી છે.

હાલ સગીરાનું મેડિકલ કરાવી વધુ તપાસ હાથ ધરાઇ છે.વાપીના બહુધા પરપ્રાંતીય વિસ્તારમાં રહેતા શ્રમિક પરિવારમાં માતા-પિતા બંને સવારે નોકરીએ નિકળી જતા હોય છે. આ સંજોગોમાં આખો દિવસ તેમના સંતાનો એકલા હોવાથી તેનો લાભ ઉઠાવે છે.

અન્ય સમાચારો પણ છે...