તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગૌરવ:પારડી સીએચસીને નેશનલ ક્વોલિટી એસ્યોરન્સ એવોર્ડ

વાપી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગુજરાતમાં બે સીએચસી પૈકી એક પારડીનો સમાવેશ

પારડી સામુહિક આરોગ્ય કેન્દ્રને નેશનલ લેવલનો ( NQAS) નેશનલ ક્વોલિટી એશયોરનસ સ્ટાન્ડર્ડનો એવોર્ડની જાહેરાત થઇ છે. આ એવોર્ડ ગુજરાતમાંથી ફક્ત બે જ આરોગ્ય કેન્દ્રને મળ્યો છે. જેમાં પારડીનો સમાવેશ થતાં વલસાડ જિલ્લાનું ગૌરવ વધાર્યુ છે. આ ગૌરવના હકદાર ખરા અર્થમાં પારડી સીએચસીના તબીબો અને સ્ટાફને જાય છે. સીએચસીના ડો. હરજીતપાલ સિંગ વિશેષ અભિનંદન ને પાત્ર છે.

કોરોનામાં સારી કામગીરી બદલ નેશનલ કક્ષાનો એવોર્ડ મળ્યો છે.ડો.હરજીતપાલ સિંગ વાપી જનસેવા હોસ્પિટલ, વાપી કામદાર હોસ્પિટલ અને વલસાડ કોવિડ સેન્ટરમાં પણ સેવા બજાવી ચુકયાં છે. સીએચસી ખાતે 40 બેડની કોવિડ વોર્ડની તૈયારી થઇ રહી છે. એક ઓક્સિજન જનરેશન પ્લાન્ટ માટે પારડીના ધારાસભ્ય કનુભાઈ દેસાઈના ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. સરકારી દવાખાને અઘત્તન બનાવવા તથા ત્રીજી વેવમાં લોકોને તકલીફ ન પડે તેનું આયોજન અત્યારથી કરવામા આવી રહ્યું છે. જેથી દર્દીઓને આગામી સમયમાં રાહત મળશે.

અન્ય સમાચારો પણ છે...