વિકાસીય કામોની ઝીણવટભરી માહિતી મેળવી:નેશ. ઈન્સ્ટીટયુશન રૂરલ ડેવલપમેન્ટના અધિકારીએ દમણવાડા પં.ની મુલાકાતે

વાપીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગામમાં થઇ રહેલા વિકાસીય કામોની ઝીણવટભરી માહિતી મેળવી હતી

નેશનલ ઈન્‍સ્‍ટીટ્‍યૂશન ઓફ રૂરલ ડેવલપમેન્‍ટ એન્‍ડ પંચાયતી રાજ, હૈદરાબાદના કન્‍સલ્‍ટન્‍ટ મોહમ્‍મદ તકીયુદ્દીને મંગળવારે દમણવાડા ગ્રામ પંચાયતની મુલાકાત પોતાની ધર્મપત્‍ની સાથે લીધી હતી.\\nદમણવાડા પંચાયતની મુલાકાત દરમિયાન પંચાયત દ્વારા થતા કામોની જાણકારી મેળવી હતી. ગ્રામ પંચાયત દ્વારા રાખવામાં આવતા હિસાબને ઓનલાઈન ગ્રામ સ્‍વરાજ એપ્‍પ સાથે જોડવા પણ સલાહ આપી હતી. તેમણે દમણવાડાના નંદઘરની પણ મુલાકાત લીધી હતી.

મોહમ્‍મદ તકીયુદ્દીને દમણવાડા પંચાયતના વિકાસ કામોની સરાહના કરી હતી. નંદઘરને જોઈ તેઓ દિગ્‍મૂઢ બની ગયા હતા. દમણના દરેક નંદઘર આ પેટર્નથી બનેલા હોવાનું જાણી તેઓ પ્રભાવિત થયા હતા. સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા બાળકો તથા ધાત્રી અને સગર્ભા માતાઓની લેવાતી કાળજીનીપ્રશંસા કરી હતી.

કન્‍સલ્‍ટન્‍ટ મોહમ્‍મદ તકીયુદ્દીન દમણવાડા પંચાયતની લાઈબ્રેરીની મુલાકાત લઇ વાંચકો સાથે વાતચીત કરી હતી. તેમણે દમણવાડા ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવેલી પહેલની પ્રશંસા કરી હતી. ગ્રામજનોને લાઈબ્રેરીમાં આવી વાંચવાની આદત પાડવા બદલ પ્રશંસા કરી હતી.આ પ્રસંગે દમણવાડા ગ્રામ પંચાયતના સરપંચ મુકેશ ગોસાવી, સેક્રેટરી નિખિલ મીટના તથા એકાઉન્‍ટન્‍ટ રોહિત ગોહિલે ઉપસ્‍થિત રહી જરૂરી માહિતી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...