તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:મુંબઇના પોલીસ કર્મીના ભાઇનું વાપીમાં માર્ગ અકસ્માતમાં મોત

વાપીએક મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર

મુંબઇમાં પોલીસકર્મી તરીકે ફરજ બજાવતા યુવકના ભાઇનું વાપી રેલવે ઓવરબ્રીજ ઉપર બસ સાથે અકસ્માતમાં મોત થયું હતું. મહારાષ્ટ્રના મુંબઇ ખાતે ચેમ્બુર પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા સુશાંત ભરત ગાયકવાડએ ગુરૂવારે વાપી ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે, તેમનો મોટો ભાઇ તુષારભાઇ ઉ.વ.36 રહે.શ્રી ગણેશ એપાર્ટમેન્ટ ક્રિષ્ણા કોલોની મુક્તાનંદ માર્ગ ચલા એમ્બેસી સિલીકોન્સ ઇન્ડિયા નામની કંપનીમાં માર્કેટિંગ અને ટેક્નિકલ સર્વિસેસ વિભાગમાં નોકરી કરતા હતા.

બુધવારે તેઓ પોતાની હિરો મેસ્ટ્રો નં.જીજે-15-બીપી-6838 લઇને વાપી રેલવે ઓવરબ્રીજથી પસાર થઇ રહ્યા હતા. તે દરમિયાન બસ નં.જીજે-18-ઝેડ-6048 સાથે એક્સિડેન્ટ થતા તેમના છાતી અને નીચેના ભાગથી ટાયર ફરી વળતા 108 થકી હોસ્પિટલમાં લઇ જતા ફરજ પર હાજર તબીબે તેમને મૃત જાહેર કર્યો હતો. જેથી આ અંગે બસચાલક સામે બેફીકરાઇથી બસ હંકારવા બદલ ફરિયાદ નોંધાવાઇ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો