કાર્યવાહી:વાપીથી પકડાયેલા ડ્રગ્સ કેસમાં મુંબઇના માફીયાઓનીપણ સંડોવણીની શંકા

વાપીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • NCBએ જીઆઈડીસીની એક કંપનીમાંથી 68 કિલો માલ કબજે લીધો હતો
  • 4 આરોપીની ધરપકડ બાદ મુંબઈમાં અલગ અલગ સ્થળે તપાસ હાથ ધરાઈ

વાપી જીઆઇડીસીની એક કંપનીમાં એનસીબીની ટીમે રેઇડ કરી 68 કિલો નશીલા પદાર્થ કબજે લઇ ચાર આરોપીઓની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી. આ ડ્રગ્સ આરોપીઓ કોને પહોંચાડતા હતા અને તેમાં અન્ય કેટલા લોકો સામેલ છે તેની તપાસ શરૂ કરાઇ છે. જોકે, આ તાર મુંબઇના ડ્રગ્સ માફીયાઓ સાથે જોડાયેલા હોવાનું જાણવા મળી રહ્યું છે. જેથી મુંબઇમાં પણ એનસીબીની ટીમે તપાસ શરૂ કરી દીધી છે.

એનસીબી (નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો) ટીમ અમદાવાદ દ્વારા શનિવારે વાપી જીઆઇડીસી થર્ડ ફેસ સ્થિત પાર્શ્વનાથ ડાયકેમ નામની કંપનીમાં રેઇડ કરી 68 કિલો દવાનો જથ્થો કબજે કર્યો હતો. તે સાથે સ્થળ ઉપરથી આરોપી શ્રીનિવાસ કારે બોલૈયાહ, સત્યાના લક્ષ્મીરાજન, મોહંમદ સહજાત સોનારૂદ્દીન અને રાહુલ શેખને પકડી પાડી તમામને સોમવારે કોર્ટમાં રજૂ કરી 10 જૂન સુધીના રિમાન્ડ મેળવી પૂછપરછ હાથ ધરાઇ હતી.

આ કેસમાં મળેલી માહિતી મુજબ ડ્રગ્સ બનાવનારા આરોપીઓનો તાર મુંબઇના ડ્રગ્સ માફિયાઓ સાથે જોડાયેલા હોઇ શકે છે. વાપીની કંપનીમાં રેઇડ થયા બાદથી ડ્રગ્સ માફિયાઓ ભૂગર્ભમાં ઉતરી ગયા હોવાનું જાણવા મળી રહ્યું છે. જોકે મુંબઇ સાથે તાર જોડાયેલા હોવાની શંકાને લઇ એનસીબીની ટીમ મુંબઇમાં પણ અલગ અલગ સ્થળે તપાસ કરી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે.

વાપીમાં અન્ય કેટલી કંપનીમાં ગેરકાયદે રીતે નશો કરવા ડ્રગ્સ બનાવવામાં આવે છે તેની પણ તપાસ વિભાગની ટીમ કરી રહી છે. જોકે નાર્કોટિક્સ કંટ્રોલ વિભાગ દ્વારા સત્તાવાર કોઈ પણ પ્રકારની માહિતી બહાર પાડવામાં આવી નથી. થોડા જ સમયમાં સમગ્ર કૌભાંડ બહાર આવી શકે છે.

અન્ય સમાચારો પણ છે...