તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:દમણની ખેમાણી ગ્રુપ સહિત અન્ય ડિસ્ટિલરીઝમાં મુંબઇ સીબીઆઇ અને જીએસટીનું સર્ચ ઓપરેશન

સેલવાસએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • મહારાષ્ટ્રમાં એક્સાઈઝ વિનાનો મોટા પ્રમાણમાં દારૂ જતા ફરિયાદ ઉઠી હતી

સંઘપ્રદેશની જાણીતી ખેમાણી ગ્રુપ સહિત અન્ય ડિસ્ટિલરીઝમાં બુધવારે એક સાથે મુંબઇ સીબીઆઇ અને જીએસટી ટીમ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરાતા ફફડાટ ફેલાયો છે. સૂત્રોના જણાવ્યા મુજબ દમણથી મોટાપ્રમાણમાં દારૂનો જથ્થો મહારાષ્ટ્રમાં ઠલવાતો હોવાની ફરિયાદ બાદ આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાની ચર્ચા ચાલી છે.\nદમણના ખેમાણી ગ્રુપની કચીગામ સ્થિત દારૂનું ઉત્પાદન કરતી ખેમાણી ડીસ્ટલરી સહિત અન્ય ડિસ્ટિલરીઝમાં બુધવારે બપોરના સુમારે મુંબઈ સીબીઆઈ અને જીએસટી વિભાગ દ્વારા ઓચિંતો છાપો માર્યો હતો.

ખેમાણી ગ્રુપ સહિત પ્રદેશમાં આવેલી અન્ય નાની મોટી ડિસ્ટિલરીઝમાં પણ સર્ચ ઓપરેશન હાથ ધરાયું હોવાનું જાણવા મળી રહ્યું છે. 4થી 5 કારમાં આવેલા અધિકારીઓની ટીમે કંપનીમાં જરૂરી તપાસ કરી આવક જાવકનાં દસ્તાવેજોની ફાઈલોની ચકાસણી કરી હતી. સ્થાનિક એક્સાઈઝ વિભાગનાં અધિકારીઓને પણ બોલાવી ફાઈલો ચકાસી હતી. બપોરથી ચાલી રહેલી કાર્યવાહી મોડી સાંજ સુધી ચાલી હતી. ખેમાણી સિવાય અન્ય ડીસ્ટલરીઓ ઉપર પણ વિભાગની ટીમે તપાસ હાથ ધરી હતી એવું જાણવા મળ્યું છે.

દાનહ એક્સાઇઝે 13 વાઇનશોપ અને બારના લાયસન્સ ફ્રીઝ કર્યા
સંઘપ્રદેશ દાનહ એક્સાઇઝ વિભાગ દ્વારા ગત અઠવાડીયામાં પીપરીયાના એક વાઇનશોપના લાયસન્સ રિન્યુ માટે નજીકમાં આવેલા મહાદેવ મંદિરની મુર્તિને હટાવવાનો વિવાદ વકર્યો હતો. ત્યારબાદ અચાનક સફાળુ જાગેલુ એક્સાઇઝ વિભાગે પ્રદેશના 13 વાઇનશોપ સામે લાયસન્સ રિન્યુ પ્રક્રિયા સંદર્ભે ખાનવેલ અને આજુબાજુના વિસ્તારના વાઇનશોપ અને બારો સામે લાયસન્સ ફ્રીજ કરવામા આવ્યા છે. જેથી વાઇનશોપ અને બારના માલિકોમાં પણ ફફડાટ જોવા મળી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો