તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એન્ટિલિયા કેસ:મુંબઇ એન્ટિલિયા-હત્યા કેસ, આરોપી સચિન વાઝે દમણની ડેલટીન હોટલમાં રોકાતો હતો

વાપીએક મહિનો પહેલા
 • કૉપી લિંક
ફાઈલ તસ્વીર - Divya Bhaskar
ફાઈલ તસ્વીર
 • ઉદ્યોગપતિ અભિષેક અગ્રવાલ સાથે ઓળખ થયા બાદ છ માસ અગાઉ વોલ્વો કાર આપી હતી

મુંબઇના ચકચારિત એન્ટિલિયા અને હસમુખ મર્ડર કેસમાં દમણના ભીમપોર વિસ્તારમાં રાધામાધવ ગ્રુપ (આરએમસીએલ) નામે ચેઇન માર્કેટિગ તથા મોટાપાયે જમીનના લે વેચ અને ઇન્ડસ્ટ્રીયલ પાર્કના બિઝનેશ સાથે જોડાયેલા દમણના અનિલ અગ્રવાલના બંગલામાંથી મુંબઇ એટીએસની ટીમે મંગળવારે વોલ્વો કાર કબજે લીધી હતી. આ કાર મુંબઇના અતિચકચારિત એવા એન્ટિલિયા અને હસમુખ હિરેન મર્ડર કેસના આરોપી સચિન વાઝેની હોવાનું તપાસમાં ખુલ્યું હતું.મુંબઇ એટીએસની ટીમે વોલ્વો કાર કબજે લીધાની સાથે જ અનિલ અગ્રવાલના પુત્ર અભિષેક અગ્રવાલને પણ પૂછપરછ કરવા લઇ ગઇ હતી.

આ બધા વચ્ચે મળતી માહિતી મુજબ સચિન વાઝે દમણની ડેલટઇન હોટલમાં રોકાણ કરતો હતો એ દરમિયાન તેની ઓળખ અભિષેક અગ્રવાલ સાથે થઇ હતી. ડેલ્ટઇન હોટલના મેનેજર આકાશ માથુરે જણાવ્યું કે, અમારી હોટલમાં સચિન વાઝેનો નહિં પણ અન્ય કંપનીનો કોન્ટ્રાક્ટ ચાલે છે. હોટલમાં ગ્રાહક તરીકે કોઇપણ રોકાણ કરી શકે જેથી આરોપી સચિન વાઝે રોકાયો હતો કે નહિં એ કહી શકાય એમ નથી. સચિન વાઝેએ છએક માસ અગાઉ તેમની વોલ્વો કાર અભિષેકને વાપરવા માટે આપી હતી.

વોલ્વો મુંબઈના વેપારીએ દમણના ઉદ્યોગપતિ અનિલ અગ્રવાલને આપી હતી
મનસુખ હત્યા કેસમાં એટીએસએ દમણમાંથી જે વોલ્વો કાર કબજે કરી છે. તે MH05 DH6789 નંબરની કાર પેરેડાઇઝ સુપરસ્ટ્રક્ચર કંપનીના નામે નોંધાયેલી છે. પેરેડાઇઝ ડેવલપર્સના એમડી મનીષ ભતીજા છે. બુધવારે ભતીજાએ એક વિડિયો સંદાશ દ્વારા સફાઇ આપી હતી. તેમણે કહ્યું હતું કે સાડાત્રણ વર્ષ પહેલાં મારા કાકા ઇસ્માઇલ ધારીવાલે આ કારની ડિલિવરી લીધી હતી. કાર ચાર મહિના ઉપયોગ કર્યા પછી દમણમાં વેપારી મિત્ર અનિલ અગ્રવાલને આપી દીધી હતી. મંગળવારે જ્યારે મેં આ કાર મિડિયામાં જોઈ ત્યારે મારા કાકા સાથે વાત કરી હતી. આ પછી મને તે વિશે જાણ થઈ હતી. મેં અનિલ અગ્રવાલને ક્યારેય જોયા નથી અને મળ્યો નથી. કારના દસ્તાવેજ મારે નામે છે.

હોટલમાં સચિન સાથે દેખાતી મહિલાનું ઓળખ થઇ નથી : એનઆઇએ
મુકેશ અંબાણીના નિવાસસ્થાન બહાર કારમાંથી મળેલા વિસ્ફેોટકો કેસમાં સચિન વાઝેની ચાલી રહેલી તપાસમાં ટ્રાઈડન્ટ હોટલના સીસીટીવી ફૂટેજની તપાસમાં એનઆઈએને એક શંકાસ્પદ મહિલા નજરે પડે છે. આ મહિલાના હાથમાં નોટ ગણવાનું મશીન પણ નજરે પડે છે. આ મહિલાનું કનેકશન દમણ સાથે હોવાની અટકળો છે.

સ્કીમના નામે કરોડોની ઠગાઇ
આરએમસીએલ કંપનીના ચેઇન સિસ્ટમ માર્કેટિગના નામે રોકાણકારોના કરોડો ભૂતકાળમાં આ પરિવારે ચાઉં કરી ગયા હતા. ગત વર્ષે જ રોકાણના નામે લાખો રૂપિયા ગુમાવનારા યુવકો દમણ ફરિયાદ કરવા માટે પહોંચ્યા હતાં.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો