તપાસ:છીરીના રાજકીય નેતાએ હત્યા કરાવી હોવાનો માતાનો આક્ષેપ

વાપી18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • યુવકોએ તલવાર-સળિયાથી હુમલો કરતા મોત થયું હતું

વાપી જીઆઇડીસી જે ટાઇપ રોડ ઉપર રવિવારે મોડી રાત્રિએ છીરીના યુવકની બાઇક ઉપર આવેલા ચારથી વધુ ઇસમોએ તલવાર અને સળિયાથી હુમલો કરીને મોતને ઘાત ઉતારી દીધો હતો. છીરીના ભાજપના રાજકીય નેતા અને તેમના પુત્રએ સોપારી આપી હત્યા કરાવી હોવાનો માતાએ આક્ષેપ કર્યો છે. જોકે, હકીકત પોલીસ તપાસ બાદ બહાર આવશે. વાપી છીરીના શાંતિનગરમાં રહેતો 23 વર્ષીય દિલીપ વનવાસી રવિવારે મોડી રાત્રિએ મિત્ર સાથે મોપેડ ઉપબ બેસીને દમણથી ઘરે પરત ફરી રહ્યો હતો ત્યારે સ્ટેશનથી કેટલાક ઇસમોએ તેમનો બાઇક ઉપર પીછો કર્યો હતો.

બચવા માટે તેઓ જેટાઇપ માર્ગ ઉપર મોપેડથી ભાગી રહ્યા હતા ત્યારે દિલીપને આંતરીને કેટલાક ઇસમોએ તલવાર અને સળિયાથી હુમલો કર્યો હતો. ગંભીર હાલતમાં દિલીપ વનવાસીને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યા તેમનું ટૂંકી સારવાર દરમિયાન મોત થયું હતું. આ અંગે જીઆઇડીસી પોલીસ સ્ટેશનમાં મૃતકના પિતાએ આરોપી કલીમ ઉર્ફે હકલો અલીમદ્દીન સૈયદ, બન્ટી રાજેશ હળપતિ અને લકી ઉર્ફે શશીકાંત મિશ્રા, કાદીર ઇકરાર મન્સૂરી સહિત 6 આરોપી સામે ગુનો નોંધાવ્યો હતો.

હત્યાના આરોપીને ધરપકડ માટે પોલીસે ચક્રોગતિમાન કર્યા છે તો બીજી તરફ મંગળવારે મૃતક દિલીપ વનવાસીની માતાએ આક્ષેપ કર્યો હતો કે, છીરીમાં રહેતો અને ભાજપના અગ્રણી નેતા એવા નુરૂ અને તેમના પુત્રએ સોપારી આપીને મારા પુત્રની હત્યા કરાવી છે. જોકે, પોલીસ હાલ તો આરોપીને ઝડપી પાડવામાં પ્રાથમિકતા દાખવી છે. આરોપી પકડાયા બાદ રાજકીય નેતાની સંડોવણી છે કે નહિં એ બહાર આવી શકે એમ છે.

અન્ય સમાચારો પણ છે...