પારડી શહેરમાં રવિવારે હેલ્પિંગ હેન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ, કિડની કેર, મહેતા હોસ્પિટલ તથા લાયન્સ ક્લબ ઓફ પારડી પર્લ દ્વારા મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં 153 પોલીસકર્મીની આરોગ્યની તપાસ બાદ 80થી વધુ પોલીસકર્મીઓ હાઇપર ટેન્શનમાં રહેતા હોવાનું બહાર આવ્યું હતું. આ ઉપરાંત બ્લડ પ્રેશર અને ડાયાબિટિશના પણ કેસો જોવા મળ્યાં હતાં.
પારડી પોલીસ મથકમાં સેવા બજાવતાં પોલીસ કર્મીઓ માટે રવિવારે મહેતા હોસ્પિટલમાં મેડિકલ ચેકઅપ કેમ્પનું પી.આઈ. યુરભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં પોલીલકર્મીના બ્લડ પ્રેશર ,બ્લડ સુગર તથા જરૂરી ચકાસણી સ્પેશિયાલિસ્ટ તબીબો દ્વારા કરવામાં આવી હતી. નાયબ પોલીસ અધિક્ષક એન.એમ.ચાવડા રહ્યા ખાસ ઉપસ્થિત રહ્યાં હતાં.
હેલ્પિંગ હેન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ પ્રફુલભાઇ મહેતાએ જણાવ્યું હતું કે153થી વધુ પોલીસકર્મીઓની આરોગ્યની તપાસ થઇ હતી. જેમાં 80 જેટલા પોલીસકર્મીઓ હાઇપર ટેન્શન બોર્ડર પર હતું. આ ઉપરાંત બ્લડ પ્રેશર અને ડાયાબિટિશનું પ્રમાણ જોવા મળ્યુ હતું.હવે દર ત્રણ મહિને આ રીતે પોલીસ કર્મીઓનું મેડિકલ ચેકઅપ થશે.લાઇફ સ્ટાઇલમાં બદલાવ, ખોરાક બાબતે નિષ્ણાતો દ્વારા પોલીસકર્મીઓને સતત માર્ગદર્શન આપવામાં આવશે. યોગા અને મેડિટેશનનું પણ આયોજન કરવામા આવશે. કાર્યક્રમનું સંચાલન પ્રિતેશ ભરૂચા અને પ્રેમલ ચૌહાણે કર્યુ હતું.
પોલીસકર્મીઓના આરોગ્ય ચકાસણી કેમ્પમાં ડો.પ્રફુલ મહેતા, ડો.નિલમ મહેતા, ડો.લતેશ પટેલ, ડો.કૃપલ, ડો.કૌશિક પટેલ, ડ.રાજેશ્રી ઠોસર, ડો.અબરીશ મણિયાર,ડો.અભિષેક હેરંજન, ડો.ભાવેશ દેસાઇ, ડો.મૈત્રી પટેલ, ડો.રાધિકા હેરંજન, ડો.મધુસુદન , ડો.પીનલ ભાવસર , સહિતના તબીબોનો સમાવેશ થાય છે. શરદભાઇ દેસાઇએ કેમ્પને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.