રહીશો ત્રસ્ત:વાપી નપા વિસ્તારમાં મચ્છરોનો ઉપદ્રવ વધતા રહીશો ત્રસ્ત

વાપી12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શહેરીજનોની દવા છંટકાવ કરવા માગ બાદ સૂચના અપાઈ

વાપી નગરપાલિકા વિસ્તારમાં મચ્છરોનો ઉપદ્રવ વધી રહ્યો છે. આમ છતાં દવા અને પાઉડરનો છંટકાવ કરવામાં ન આવી રહ્યો હોવાની ફરિયાદો ઉઠી રહી છે. પાલિકા પ્રમુખે આરોગ્ય વિભાગના કર્મચારીઓને દરેક વોર્ડંમાં સાંજના સમયે દવા અને પાઉડરનો છંટકાવ કરવાની કડક સૂચના આપી છે. હવે આરોગ્ય વિભાગની ટીમ કેટલા વોર્ડમાં કામગીરી કરે છે તેના પર સૌની મીટ છે.વાપી પાલિકા વિસ્તારમાં ફરી મચ્છરનો ઉપદ્રવ વધ્યો હોવાની ફરિયાદો શહેરીજનોમાં ઉઠી છે. કેટલાક શહેરીજનો પાલિકાના પદાધિકારીઓને પણ સીધી રજૂઆત કરી રહ્યાં છે.

આમ છતાં દવા અને પાઉડરનો છંટકાવ ન થતો હોવાની બુમો ઉઠી રહી છે. આ અંગે પુછતાં પાલિકા પ્રમુખ કાશ્મિરા હેમલ શાહે જણાવ્યું હતું કે વાપી,ચલા અને ડુંગરામાં કચરો, ગંદકી દુર કરી સ્વચ્છ બનાવવા પાલિકાની ટીમ કામ કરી રહી છે. દવા અને પાઉડરના છંટકાવ કરવા માટે આરોગ્ય વિભાગના કર્મચારીઓને સૂચના આપવામાં આવી છે.

સાંજના સમયે જ આ કામગીરી કરવા જણાવ્યું છે. આ ઉપરાંત દરેક વોર્ડમાં સ્વચ્છતાના શબ્દો,સ્લોગન તથા સુંદરતાના લખાણોના કાયમી સાઇન બોર્ડ લગાવામાં આવશે. જેનું પણ પાલિકાની ટીમે આયોજન કરી દીધું છે. આમ પાલિકા વિસ્તારમાં મચ્છરોના ઉપદ્રવની ફરિયાદો વધી છે ત્યારે પાલિકાના આરોગ્ય વિભાગની ટીમ દરેક વોર્ડમાં જઇ દવા અને પાઉડરનો છંટકાવ કરે તે જરૂરી બન્યું છે.

અન્ય સમાચારો પણ છે...