તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સારવાર:વાપીમાં કોરોનામાં 66 હજારથી વધુ લોકોએ આયુર્વેદિક દવાનો ઉપયોગ કર્યો

વાપી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોરોના મહામારીમાં લોકો આયુર્વેદિક દવા તરફ વળ્યા

વાપીતાલુકામાં સલવાવ જિલ્લા પંચાયત સંચાલિત એકમાત્ર આયુર્વેદિક દવાખાનું આવેલ છે.જેમાં આ વખતે કોરોના મહામારીમાં 66834 લોકોએ આયુર્વેદિક દવાનો ઉપયોગ કર્યો હતો. આમ કોરોના મહામારીમાં લોકોએ આયુર્વેદિક દવાનો ઉપયોગ કરી આયુર્વેદિક દવા તરફ વળ્યા હતાં.

આ વખતે માર્ચ, એપ્રિલ અને મે મહિનામાં કોરોના મહામારી વલસાડ જિલ્લામાં સંક્રમણ વઘુ ફેલાઇ ગયું હતું. તેનાં કારણે ખાસ કરીને એપ્રિલ અને મે મહિનામાં સૌથી વધુ લોકો કોરોના મહામારીનાં ભોગ બન્યા હતાં. તેનાં કારણે વાપી તાલુકામાં ઠેરઠેર આઇસોલેશન વોર્ડ બનાવવાની નોબત આવી હતી. જેને લઇ આઇસોલેશન વોર્ડમાં સલવાવ આયુર્વેદિક દવાખાના વિભાગે સરાહનીય કામગીરી બજાવી હતી.

જેમાં તેઓએ ઉકાળાઓના પેકેટનું મોટી સંખ્યામાં વિતરણ કર્યુ હતું.તેમાં 41129 લોકોને ઉકાળા અને 25705 લોકોને ગિલોઇ વટી આયુર્વેદિક દવાનું વિતરણ કર્યુ હતું. આમ લોકોએ આયુર્વેદિક ઉકાળાનો ઉપયોગ કરી આયુર્વેદિક દવા તરફ વળ્યા હતાં. આ બાબતે સલવાવ જિલ્લા પંચાયત આયુર્વેદિક દવાખાનાનાં આયુર્વેદિક ડો.ફાલ્ગુની પટેલે જણાવ્યું કે આયુર્વેદિક દવાથી કોઇ આડ અસર થતી નથી માટે લોકોએ આ દવાનો વધુ ઉપયોગ કરી તેનો લાભ લેવો જોઇએ બાકી કોરોના મહામારીમાં આયુર્વેદિક ઉકાળા પણ વધુ અસરકારક રહી હતી હોવાનું જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...