તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઘરના દીવાથી આગ:વાપી પાલિકા સફાઇ કર્મીઓના 30થી વધુ ઝૂંપડા બળીને ખાક

વાપીએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • 60થી વધુ સભ્યો ઘર વિહોણા થયા, ઠંડીમાં બાળકો સાથે ખૂલ્લામાં રહેવા મજબૂર

વાપી નગરપાલિકામાં કોંટ્રાક્ટ બેઇઝ ઉપર સફાઇ કામ કરતા 300થી વધુ લોકો નાયકવાડ પાણીની ટાંકી પાસે પ્લાસ્ટિકના ઝૂંપડા બનાવીને રહેતા આવ્યા છે. બુધવારે વહેલી સવારે 7થી 8 વચ્ચે એક તમ્બૂમાં સળગાવેલા દીવાના કારણે અચાનક આગ લાગી હતી. પ્લાસ્ટિકમાં આગથી જોર પકડતા આજુબાજુના 30થી વધુ ઝૂંપડામાં આગ પ્રસરાતા થોડા જ સમયમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધો હતો.

બનાવની જાણ ફાયરવિભાગને કરતા કલાકોની જહેમત બાદ આગ ઉપર કાબૂ મેળવાયો હતો. જોકે ઝૂંપડાઓ તેમાં બળીને ખાક થઇ ગયા હતા. સદનસીબે આગની જાણ થતાં જ તમામ લોકો ત્યાંથી ભાગી જતા કોઇ જાનહાનિ થઇ ન હતી. પણ આગમાં તેઓના ઘરના સર-સામાન બળીને ખાક થઇ ગયા હતા.

કોંટ્રાક્ટરે તમ્બૂ બનાવવાની ખાતરી આપી
સ્થળ ઉપર હાજર એક મહિલા સફાઇ કામદારએ જણાવ્યું હતું કે, ઝૂંપડામાં આગ બાદ ફાયર વિભાગની સાથે સફાઇનો કોંટ્રાક્ટર રેડ્ડી પણ ત્યાં આવ્યો હતો. સળગી ગયેલા ભંગારને જેસીબીથી હટાવી માટી પુરાણ કરી તે જ સ્થળ ઉપર તમ્બૂ બનાવીને ઘર બનાવી આપવાની ખાતરી આપી છે. મોડી સાંજ સુધી તે કામગીરી શરૂ કરી દીધા હોવાની માહિતી મળી છે.

કામથી પરત આવતા આગની જાણ થઇ
બુધવારે વહેલી સવારે ઘરથી સફાઇ કામ કરવા નીકળી ગયો હતો. 9 વાગે પરત આવ્યો તો ઘર સાથે અંદરના તમામ સામાન બળીને સ્વાહા થઇ ગયા હતા. હાલ ઘરવિહોણા થયા છે. કડકડતી ઠંડીમાં બાળકો સાથે હવે ક્યાં રહીશું તે વિચારીને ખૂબ જ હેરાન છીએ.> ઉમેશભાઇ, સફાઇકર્મી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો