નિર્ણય પર મહોર:20થી વધુ વર્ષ જુના વીઆઇએ હોલને તોડી 10 કરોડના ખર્ચે મલ્ટીપર્પઝ યુઝ માટે નવો બનાવાશે

વાપીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શુક્રવારે મ‌ળેલી 51મી સાધારણ સભામાં ઠરાવને મેમ્બરોએ સર્વાનુમતે બહાલી

વાપી વીઆઇએની શુક્રવારે મળેલી 51મી સાધારણ સભામાં 20થી વધુ વર્ષ જુના વીઆઇએ ઓડિટોરિયમ હોલને તોડી 10 કરોડના ખર્ચે નવા અધત્તન 800 સીટ વાળા હોલને બનાવવા મેમ્બરોએ સર્વાનુમત્તે મંજુરી આપી હતી. હોલના રિનોવેશનના પ્રોજેકટ થોડા સમયમાં હાથ ધરાશે. સભામાં વિશ્વ પર્યાવરણ દિવસે જે ટાઇપ અને કંપનીઓમાં 15 હજાર છોડો રોપવાની પણ જાહેરાત કરવામાં આવી હતી. જો કે પાણીદરમાં વધારા અંગે કોઇ રજૂઆત આવી ન હતી.

પી વીઆઇએ પ્રમુખ કમલેશ પટેલની અધ્યક્ષતામાં શુક્રવારે સાંજે 4 કલાકે 51મી વાર્ષિક સાધારણ સભા મળી હતી. મોટી સંખ્યામાં હાજર મેમ્બરોએ વાર્ષિક હિસાબોને બહાલી આપી હતી. કોરોના કાળમાં પણ વીઆઇએની 3.33 કરોડની એફડી 4.23 કરોડ થઇ હતી. એટલે કે 90 લાખની એફ.ડીમાં વધારો થયો હોવાની માહિતી મેમ્બરોને આપવામાં આવી હતી. ઓડિટોરિયમ હોલના એજન્ડા અંગે વીઆઇએ સેક્રેટરી સતિષ પટેલે જણાવ્યું હતું કે વીઆઇએ ઓડિટોરિયમ હોલ જર્જરિત થયો હોવાથી રિનોવેશનની કામગીરી હાથ ધરવામાં આવશે.

વર્તમાન હોલ તોડી 10 કરોડના ખર્ચે આ જગ્યા પર આધુનિક ઓડિટોરિયમ બનાવાશે.અંદાજે 800 સીટોની ક્ષમતા હશે. બાજુમાં નાનો હોલ આવશે. ગ્રાઉન્ડને આ રિનોવેશનથી કોઇ અડચણ આવશે નહિં. આ ઠરાવને હાજર મેમ્બરોએ બહાલી આપી હતી. વીઆઇએની 2022ની ડિરેકટરીનું પણ લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. જયારે સાધારણ સભામાં વિશ્વ પર્યાવરણ દિવસે જે ટાઇપ અને જીઆઇડીસી એસ્ટેટમાં 15 હજાર વૃક્ષો રોપવામાં આવશે. આ દિવસે વિવિધ કાર્યક્રમો યોજવા અંગે મેમ્બરોને માહિતગાર કરાશે. બીજી તરફ તાજેતરમાં પાણીદરમાં થયેલા વધારા અંગે સભામાં રજૂઆત આવી ન હતી, પરંતુ વીઆઇએની ટીમે સરકારમાં રજૂઆત કરી હોવાનું સેક્રેટરી સતિષ પટેલે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...