પ્રશિક્ષણ:નાહુલી સેન્ટર એગ્રીકલ્ચર તાલીમ સેન્ટરમાં 19000થી વધુ ખેડૂતે નવીન કૃષિ પ્રણાલિની મફત તાલીમ મેળવી

વાપી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ફાર્મમાં દર વર્ષે 12એકરમાં 700ટન શેરડીનો મબલખ પાક દ્રારા 14લાખની આવક મેળવે છે

વાપી નજીક નાહુલી ફાર્મમાં દર વર્ષે 10એકરમાં 700ટનથી વધુ શેરડીનો મબલખ પાક મેળવી 14લાખ થી વઘુ આવક મેળવવામાં આવે છે.એગ્રીકલ્ચર તાલીમ સેન્ટર દ્રારા અત્યાર સુધી 19હજારથી વધુ ખેડૂતોએ મફત તાલીમ લઇ પગભર બન્યા છે સાથે ખેતીમાં ઓછા ખર્ચે મબલખ પાક લેતા શીખી ગયા છે..આમ નાહુલી એગ્રીકલ્ચર સેન્ટર ખેડૂતોની તાલીમ માટે હબ બની રહ્યું છે. વાપી નજીક નાહુલીમાં યુપીએલ સેન્ટર ફોર એગ્રીકલ્ચર એકસલન્સ દ્રારા રેસિડેન્શિયલ ફાર્મર્સ ટ્રેઇનિંગ સ્કુલ દ્રારા ખેડૂતોને મફત આધુનિક વૈજ્ઞાનિક ખેતીની અંગેની કુશળતા અને અનુભવ મળે તેવા હેતુંથી ખેડૂતોને કૃષિ નિષ્ણાંત દ્રારા મફત તાલીમ આપવામાં આવે છે .

જેમાં વલસાડ અને ડાંગ જિલ્લાનાં ખેડૂતોને અધતન તાલીમ મેળવી કૃષિક્ષેત્રે સારું ઉત્પાદન અને આવક મેળવી શકે છે. યુપીએલ સેન્ટર ફોર એગ્રીકલ્ચર એકસલન્સમાં અત્યાર સુધીમાં ગુજરાત,મહારાષ્ટ્ર,કર્ણાટક, કેરલા સહિત વિવિધ રાજ્યોના 19 હજારથી વધુ ખેડૂતોએ તાલીમ લઇ ઓછા ખર્ચે સારો પાક મેળવી પગભર બન્યા છે . એગ્રીકલ્ચર સેન્ટરનાં હેડ સંજય ત્રિપાઠીએ જણાવ્યું કે અમો ત્રણ કેટેગરીમાં શેરડીનો પાક લઇએ છે.એક કોમર્શિયલ,ડેમોસ્ટ્રેશન,ટ્રાયલ જેમાં અમે ખેડૂતોને સારો પાક કેવી રીતે લઇ શકાય તે માટે તાલીમ આપવામાં આવે છે.

અમે 10 થી 12એકરની જગ્યામાં 14 થી 16લાખની દર વર્ષે આવક મેળવીએ છીએ.શેરડીનો સારો પાક મેળવવા માટે અમે એક શેરડીનાં રોપા વચ્ચે એક થી બે ફુટનું અંતર રાખી શેરડી રોપીએ છીએ જેથી તેને સારો સૂર્યપ્રકાશ મળી શકે તેમજ એક મોઇસ્ચર સેન્સર નામનું મશીન મૂકવામાં આવ્યું છે.જેનાથી પાણી અમુક માત્રામાં આપી શકાય છે.તેમજ તેનું ભેજ માપી શકાય છે.

તેમજ શેરડીની વચ્ચે જે જગ્યા મળે તેમાં શાકભાજી રોપીને આવક મેળવી શકાય છે.આમ ખેડૂતોને તાલીમ આપી સ્વનિર્ભર બની ખેતીનાં પાક માંથી સારી આવક મેળવી શકે તે માટે રેસિડેન્શિયલ ફાર્મર્સ ટ્રેઇનિંગ સ્કુલ યુપીએલ સેન્ટર ફોર એગ્રીકલ્ચર એકસલન્સનો હેતું રહયો છે.

અન્ય સમાચારો પણ છે...