તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અભિયાન:વાપીમાં ભૂગર્ભ ગટર જોડાણ માટે 100થી વધુ સોસાયટીના સ્ટ્રોમ ડ્રેનેજ જોડાણ કાપ્યા

વાપીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વરસાદી ગટરમાં વપરાશનું પાણી છોડવા સામે તંત્રની લાલઆંખ
  • 200થી વધુ લોકોએ ભૂગર્ભ ગટરનું જોડાણ લેતા પાલિકાને 50 લાખની આવક

વાપી પાલિકા વિસ્તારમાં ભુગર્ભ ગટર યોજનાની કામગીરી પૂર્ણતાને આરે પહોંચતાં મિલકત ધારકોને ડ્રેનેજ કનેકશન આપવામાં આવી રહ્યાં છે, પરંતુ વરસાદી ગટર લાઇનમાં ઘર વપરાશનુું પાણી છોડતા પાલિકાએ જોડાણ કાપવાનો નિર્ણય કર્યો છે. જે અંતગર્ત અત્યાર સુધીમાં ગટર લાઇનમાં વપરાશનું પાણી છોડતાં 100 મિલકત ધારકોના ડ્રેનેજ કનેકશન પાલિકાએ કાપી નખ્યાં છે. જયારે 2500 જેટલા લોકોએ ડ્રેનેજ કનેકશન લેતાં પાલિકાના ચોપડે 50 લાખની આવક નોંધાઇ છે.

વાપી પાલિકા વિસ્તારમાં મોડે-મોડે ભુગર્ભ ગટર યોજનાનો પ્રોજેકટ પૂર્ણતા તરફ આગળ આવી રહ્યો છે. કારણ કે પાલિકા દ્વારા છેલ્લા થોડા મહિનાથી મિલકત ધારકોને ડ્રેનેજ કનેકશન આપવાનું શરૂ કર્યુ છે. બીજી તરફ નવી ડ્રેનેજ લાઇનમાં (વરસાદી ગટર)માં ઘર વપરાશનું પાણી નાખવાની સખ્ત મનાઇ છે.આમ છતાં કેટલાક મિલકત ધારકો વરસાદી પાણીની ગટરમાં ઘર વપરાશનું પાણી નાખી રહ્યાં હતાં. જેને લઇ પાલિકાએ આવા ડ્રેનેજ કનેકશનો કાપવાનું શરૂ કર્યુ હતું.

હાઇડ્રોલિક એન્જીનિયર સંજય ઝના માર્ગદર્શન હેઠળ સુભાષ મિશ્રા,હાર્દિક પટેલ,દિનેશ ભમભાનીની ટીમે અત્યાર સુધીમાં કુલ 100થી વધુ આવા જોડાણો પાલિકાએ કાપી નાખ્યાં છે. જેેથી પાલિકા વિસ્તારમાં વરસાદી પાણીની ગટરમાં ઘર વપરાશના પાણી માટે જોડાણ આપનારનું કનેકશન કપાશે. બીજી તરફ નવી ડ્રેનેજ લાઇનનું કનેકશન લેવા મિલકત ધારકો આવી રહ્યાં છે.

ભૂગર્ભ ગટરના કનેકશન માટે આ ભાવ નક્કી કરાયા છે
પાલિકાના હાઇડ્રોલિક એન્જીનિયર સંજય ઝાએ જણાવ્યુ હતું કે ઘર વપરાશનુ પાણી વરસાદી પાણીનાં નિકાલની ગટર (સ્ટ્રોમ વોટર ડ્રેઈન)માં ઠાલવતા હોય તો તે આવનારા સમયમાં બંધ કરાશે. જેથી શહેરીજનોએ ભૂગર્ભ ગટર માં કનેક્શન લેવા જણાવવામાં આવે છે. ડ્રેનેજ કનેક્શન મેળવવા નગરપાલિકાની મુખ્ય કચેરી એ ફોર્મ નં -5 ભરી અરજી કરવાની રહેશે. ભૂગર્ભ ગટર યોજનાં કનેકશન માટે ધર/ફલેટ દીઠ રૂ.2000/- તથા વાણીજય બિલ્ડીંગમાં પ્રતિ યુનીટ 5 હજાર નક્કી કરાયા છે.

અન્ય સમાચારો પણ છે...