હાલાકી:મોરાઇ ફાટક 4 દિવસ બંધ, બલીઠા પાસે ટ્રાફિક જામ

વાપી19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વારંવાર મરામત માટે ફાટકો બંધ કરાતાં ચાલકોને મુશ્કેલી

વાપી નજીક મોરાઇ રેલવે ટ્રેક પર હાલ મરામત્તની કામગીરી ચાલી રહી છે. આગામી 10 સપ્ટેમ્બર સુધી આ ફાટક બંધ રહેશે.જેના કારણે બલીઠા ફાટકથી ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. જેથી બલીઠા હાઇવે પાસે ટ્રાફિક જામનો પ્રશ્ર ઉદભવી રહ્યો છે. વારં વાર રેલવે ટ્રેકો પર મરામત્ત કામગીરીના કારણે રેલવે ફાટકો બંધ રાખવામાં આવતાં વાહન ચાલકોએ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

વાપી હાઇવે પર ટ્રાફિક જામ સમયાંત્તરે થઇ રહ્યો છે. જેના કારણે વાહન ચાલકોએ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, ત્યારે વાપી નજીક મોરાઈ રલેવે ફાટક 10/9/22 સુધી ટ્રેક પર મરામત્ત કામગીરીના કારણે બંધ રહેશે. મોરાઈ ફાટક બંધ રહેવાથી બલીઠા ફાટકથી ડાયવર્ઝન આપવામાં આવ્યું છે.જેના કારણે બલીઠા પાસે હાઈવે ઉપર ટ્રાફિક જામનો પ્રશ્ર ઉદભવી રહ્યો છે.

બલીઠા, મોરાઇ અને બગવાડા આગળ અવર નવર ટ્રાફિક જામ થઇ રહ્યો છે. સ્થાનિક વાહન ચાલકએ પણ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. 10 સપ્ટેમ્બર સુધી બલીઠા હાઇવે પાસે ટ્રાફિક જામનો પ્રશ્ર રહેશે. જેના કારણે વાહન ચાલકોએ હાલાકીનો સામનો કરવો પડશે. વારં વાર રેલવે ટ્રેકો પર મરામત્ત કામગીરીના કારણે રેલવે ફાટકો બંધ રાખવામાં આવતાં વાહન ચાલકોમાં રોષ વધી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...