તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મંડે પોઝિટિવ:કંપનીઓમાં આગ બુઝાવવા આધુનિક ફાયર ફાઇટર

વાપીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વાપીમાં 1.31 કરોડના ખર્ચે ફાયર ફાઇટરને કાર્યરત કરાયું

વાપી નોટીફાઇડ ઉદ્યોગ નગરીની ફાયર સેફ્ટીની શક્તિમાં વધારો કરનાર મલ્ટી પરપઝ ફાયર ફાઈટર યુનીટ 1.31 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવ્યું છે. ખાસ કરીને વાપી જીઆઇડીસીની કેમકિલ કંપનીઓમાં આગ કે અન્ય મોટા બનાવોમાં આ ફાયર ફાઇટર ઉપયોગ થઇ શકશે.

વલસાડ જિલ્લાનું પ્રથમ આધુનિક ફાયર ફાઇટરની પારડી ધારાસભ્ય કનુભાઇ દેસાઇના વરદ હસ્તે પૂજા વિધિ કરી નોટીફાઇ અને આસપાસના વિસ્તારના ઉદ્યોગો, લોકો માટે ખુલ્લુ મુકવામાં આવ્યુ હતું. આ પ્રસંગે વીઆઇએ પ્રમુખ કમલેશ પટેલ,ચીફ ઓફિસર સગરભાઈ, હેમાંગ નાયક,વાપી શહેર ભાજપ પ્રમુખ સતિષ પટેલ, માજી પ્રમુખ મિતેશ દેસાઇ, પાલિકા પ્રમુખ વિઠ્ઠલ પટેલ હાજર રહ્યા હતાં. આમ વિવિધ ક્ષમતા ધરાવતું આધુનિક ફાયર ફાઈટર એ વાપીના ઉદ્યોગો અને આસપાસના વિસ્તારોની સલામતી માટે ખૂબ મહત્વનું સાધન બની રહેશે.

આધુનિક ફાયર ફાઇટરની વિશેષતા શું છે
{ 2 હજાર લીટર ફમ ટેન્ક, 1 હજાર લીટર વોટર ટેન્ક, 500કિલો પાવડર ટેન્ક છે. { વિવિધ કેમિકલ કંપનીની ફાયર ઇમરજન્સીમાં જરૂરિયાત મુજબ ઉપયોગી થાય તેમ છે. { અંધારામાં સારીરીતે કામ થાય તે માટે 15 ફૂટ ઊંચો હેમાસ અને ફ્લડ લાઇટ છે. { ઓટોમેટિક મોનિટરીંગ સિસ્ટમ દ્વારા સ્થિતિ મુજબ મિસરણ તૈયાર કરી જરૂરી પ્રેશર પૂરું પાડવાની આધુનિક વ્યવસ્થા છે. { ઓટો જનરેટર સિસ્ટમથી ગમે તે સ્થળેથી પાણી લિફ્ટ કરી ભરી શકાય છે અને અન્ય સાથેનોમાં પણ પાણી રિફિલ કરી શકાશે. { વિવિધ દેશોમાં વપરાતી આધુનિક નોઝલો પણ છે જેમાં લોપ્રેશર મિક્સર નોઝલ , મંગુસ નોઝળ જેવી સ્થિતિ આધારિત ઉપયોગી નોઝાલો છે. { 45 ફૂટની ઊંચાઇ પર આગ બુઝાવવાની ક્ષમતા

અન્ય સમાચારો પણ છે...