ધરપકડ:ભડકમોરાની દુકાનમાંથી મોબાઇલ-લેપટોપ ચોરનારા દાનહના 2 ઝડપાયા

વાપીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • SOG-ટાઉન પોલીસની ટીમે 2 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો

વાપીના ભડકમોરા સ્થિત નાકોડા ટ્રેડર્સના શટરના તાળા તોડી 20 મોબાઇલ અને એક લેપટોપની ચોરી કરી તસ્કરો ફરાર થઇ જવાની ઘટના સીસીટીવીમાં કેદ થઇ હતી. જે અંગે 13 સપ્ટેમ્બરે ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવાઇ હતી.

બનાવની ગંભીરતાને જોઇ એસઓજી પીઆઇ વી.બી.બારડ, પીએસઆઇ એલ.જી.રાઠોડ, અહેકો પ્રવીણકુમાર કિરસન યાદવ, પોકો સહદેવસિંહ રાજેન્દ્રસિંહ, પોકો કુલદિપસિંહ ધર્મેન્દ્રસિંહ, પોકો દિગ્વીજયસિંહ વિક્રમસિંહ અને ટાઉન પોલીસની ટીમે બાતમીના આધારે ભડકમોરા નાની સુલપડ પ્રાથમિક શાળાની સામે રોડ ઉપરથી આરોપી અબ્દુલ ઉર્ફે ચીચા ફારૂક અન્સારી ઉ.વ.24 રહે.બોમ્બે ગાર્ડન અશોક કેબલવાળાની ચાલીમાં સેલવાસ અને ધર્મેશ રાજુ ધોડી પટેલ ઉ.વ.19 રહે.ડોકમરડી ગાંધીગ્રામ કેવડા ફળિયા દાનહ ને પકડી પાડી તેમની પાસેથી 17 સ્માર્ટ ફોન કિં.રૂ.1.70 લાખ તથા એક લેપટોપ કિં.રૂ.30,000 અને બેગ કિં.રૂ.200 મળી કુલ રૂ.2,00,200નો મુદ્દામાલ કબજે કરાયો હતો.

રાત્રિના સમયે દુકાનોને નિશાનો બનાવતા
આરોપી અબ્દુલ ચીચા સામે વાપી ટાઉનમાં ત્રણ તેમજ પારડી પોલીસ મથકમાં એક ચોરીનો ગુનો વર્ષ 2017માં નોંધાઇ ચૂક્યા છે. જે બાદ પણ તે અન્ય ઇસમો સાથે મળી રાત્રીના સમયે બંધ દુકાનના તાળાઓ તોડી અંદરથી ચોરી કરતો આવેલ છે.

અન્ય સમાચારો પણ છે...