તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના મહામારી:ચેરમેન બાદ MD પણ પોઝિટિવ: બેંકની બોર્ડ બેઠક મુલતવી રહી

વાપીએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ચૂંટણી બાદ અન્ય કેટલાક ડિરેકટરો કોરોનાની ઝપેટમાં

સરદાર ભીલાડવાળા બેન્કમાં નવા ચેરમેન કોરોના પોઝિટિવ આવ્યાં બાદ હવે મેનેજિંગ ડિરેકટર (એમડી) પણ સંક્રમિત થયા છે. સરદાર ભીલાડવાળા પારડી પીપલ્સ કો-ઓપરેટિવ બેન્ક લિ.ની તાજેતરમાં ચૂંટણી બાદ ચેરમેન,એમડી અને સેક્રેટરીની નિમણૂંક કરાઇ હતી. આ સમયે નવા ચેરમેન જીતુ દેસાઇ સંક્રમિત હોવાથી આવી શકયા ન હતા.

શુક્રવારે બેન્કની બોર્ડ બેઠક ચેરમેનના સ્થાને એમડી પારૂલબેન દેસાઇની અધ્યક્ષતામાં રાખવામાં આવી હતી. પરંતુ જેઓનો રિપોર્ટ પણ કોરોના પોઝિટિવ આવતાં આ બેઠકને આખરે જનરલ મેનેજર વિજય દેસાઇએ મુલતવી રાખવામાં આવી હોવાનું જણાવ્યુ હતું. અન્ય કેટલાક ડિરેકટરો પણ સંક્રમિત હોવાનું જાણવા મળી રહ્યું છે. બેન્કના અત્યાર સુધીના ઇતિહાસમાં એમડી તરીકે પ્રથમ મહિલા તરીકે પારૂલબેન દેસાઇની વરણી થઇ છે.

માજી પાલિકા પ્રમુખ અને બેન્ક એમડી પ્રથમ બેઠકમાં કોરોના પોઝિટિવ હોવાથી હવે ઉપસ્થિત રહી શકશે નહિં.આમ અન્ય કેટલાક ડિરેકટરો પણ સંક્રમિત હોવાની માહિતી મળી રહી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો