તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શિક્ષણ:ધો.10ના વિદ્યાર્થીના ગુણ 17 જુન સુધીમાં અપાશે

વાપી14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આચાર્યોને પરિપત્ર પાઠવી સૂચના અપાઇ

વલસાડ જિલ્લામાં ધો.10ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન મળ્યુ છે. હવે શિક્ષણ બોર્ડે ધો.10ના વિદ્યાર્થીઓના પરિણામ તૈયાર કરવાની માર્ગદર્શિકા જાહેર કર્યા બાદ શાળાઓ પાસેથી વિદ્યાર્થીઓના ગુણ ઓનલાઇન મગાવવાનું શરૂ કર્યું છે. શાળાઓએ બોર્ડની વેબસાઇટ પર 17 જૂન સુધીમાં ગુણ ઓનલાઇન ભરવાના રહેશે.

જિલ્લામા ધો.10ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશનની જાહેરાત બાદ ધો.11માં પ્રવેશ માટેની તૈયારી શરૂ કરાઇ છે. ત્યારે વલસાડ શિક્ષણ વિભાગે બોર્ડના નવા પરિપત્રની આચાર્યોને જાણ કરી દેવામા આવી છે. શિક્ષણ અધિકારી કે.એફ.વસાવાના જણાવ્યા મુજબ શાળાઓએ બોર્ડની વેબસાઇટ પર 17 જૂન સુધીમાં આંતરિક મૂલ્યાંકનના ગુણ, માધ્યમિક કક્ષાના માળખાના ગુણ ઓનલાઇન ભરવાના રહેશે. ધોરણ 10 અને સંસ્કૃત પ્રથમાના વિદ્યાર્થીના આંતરિક મૂલ્યાંકન ગુણ, માધ્યમિક કક્ષાના માળખા મુજબના ગુણ તથા શાળા કક્ષાએ વિષયના ગુણ બોર્ડની વેબસાઇટ પર મૂકવાના રહેશે.

શાળાઓએ ગુણ વિદ્યાર્થીનાં નામ અને એપ્લિકેશન નંબરના આધારે ભરવાના રહેશે. ઓનલાઇન ગુણ ભરવા શાળાના ઇન્ડેક્સ નંબર અને નોંધાયેલા મોબાઇલ નંબરનો ઉપયોગ કરી લોગ ઇન કરવાનું રહેશે. શાળા દ્વારા માર્ક મૂકવાની જે પ્રક્રિયા કરી છે તેનું વેરિફિકેશન શિક્ષણાધિકારી ખાતે કરવામાં આવશેનંુ જાણવા મળ્યું છે.

અન્ય સમાચારો પણ છે...