શિયાળુ લગ્નોત્સવ:વાપી સહિત જિલ્લામાં આજથી માંગલિક કાર્યોનો શુભઆરંભ થશે

વાપી23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દેવદિવાળી, તુલસી વિવાહ બાદ શુભકાર્યોની શરૂઆત થતી હોય છે

વલસાડ જિલ્લામાં સોમવારથી શિયાળુ લગ્નોત્સવનો પ્રારંભ થશે.દેવઉઠી એકાદશી તિથિ ભેદના કારણે અમુક જગ્યાએ 14 તો અમુક જગ્યાએ 15 નવેમ્બરે ઊજવવામાં આવશે. આ દિવસથી લગ્ન અને અન્ય માંગલિક કાર્યોનો સિલસિલો શરૂ થતો હોય છે.વાપીના લવાછા ભવાની માતાના પૂજારી યોગેશભાઈ મહારાજે જણાવ્યું હતું કે એકાદશીને વણજોયું મુહૂર્ત માનવામાં આવે છે, એટલે આ દિવસે દરેક પ્રકારના શુભ કામ થઇ શકે છે. નવેમ્બરમાં લગ્ન માટે દેવઉઠી એકાદશી સહિત માત્ર 7 જ દિવસ મુહૂર્ત છે. ત્યાં જ, ડિસેમ્બરમાં લગ્ન માટે 6 મુહૂર્ત રહેશે. 13 ડિસેમ્બર વર્ષનું છેલ્લું મુહૂર્ત રહેશે. ત્યાં જ, આવતાં વર્ષે પણ લગ્નની ધૂમ 20 જાન્યુઆરી પછી જ શરૂ થશે.

મે 2022માં સૌથી વધારે 14 દિવસ લગ્ન થઇ શકશે. 2021માં માત્ર 51 મુહૂર્ત હતા.2021માં લગ્ન માટે માત્ર 51 દિવસ હતા. 18 જાન્યુઆરીએ પહેલું મુહૂર્ત હતું. તે પછી ગુરુ અને શુક્ર ગ્રહના કારણે વર્ષના શરૂઆતના મહિનામાં લગ્ન થઇ શક્યાંનહીં. મકર સંક્રાંતિ પછી 19 જાન્યુઆરીથી 16 ફેબ્રુઆરી સુધી ગુરુ તારો અસ્ત રહ્યો હતો. ત્યારબાદ 16 ફેબ્રુઆરીથી જ શુક્ર તારો 17 એપ્રિલ સુધી અસ્ત રહ્યો.

આ કારણે લગ્નનું બીજુ મુહૂર્ત 22 એપ્રિલે આવ્યું હતું. તે પછી દેવશયન પહેલાં એટલે 15 જુલાઈ સુધી 37 દિવસ લગ્નના મુહૂર્ત રહ્યાં. હવે 15 નવેમ્બરના રોજ દેવઉઠી એકાદશીથી 13 ડિસેમ્બર સુધી લગ્ન માટે 13 દિવસ રહેશે.આમ સોમવારથી શિયાળુ લગ્નોત્સવ તથા શુભકાર્યોનો પ્રારંભ થશે.

લગ્નોની સંખ્યા વધશે
છેલ્લા બે વર્ષથી કોરોના કાળના કારણે અનેક પરિવારોએ લગ્નોને મુલતવી રાખ્યા હતા. જેનઆ કારણે આ વખતની લગનસીઝન માં મુલતવી રહેલા લગ્નો પણ યોજાશે.જેથી આ વર્ષે સૌથી વધુ વલસાડ જિલ્લામાં લગ્નો જોવા મળશે.અનેક હોલો અત્યારથી બુક થવા માંડ્યા છે.

અન્ય સમાચારો પણ છે...