કાર્યવાહી:હોટલ, લોજ- ધર્મશાળાના સંચાલકોએ પથિક સોફ્ટવેર રજીસ્ટ્રર કરવા આદેશ

વાપી20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં લૂંટફાટ- ઈમોરોલ ટ્રાફિકની પ્રવૃત્તિ રોકવા કાર્યવાહી

વલસાડ જિલ્લામાં ઔદ્યોગિક એકમો પણ આવેલા હોવાથી વિદેશી નાગરિકો, આંતરરાજ્યના નાગરિકો તેમજ વેપારી અને ટેક્નિશ્યનો કામકાજ અર્થે આવતા જતા હોય છે. ટૂંકા સમય માટે હોટલમાં પણ રોકાતા હોય છે. ભૂતકાળના બનાવોની તપાસમાં અસામાજિક તત્વો અને ગુનેગારો આતંકવાદી, ત્રાસવાદી પ્રવૃતિ કરવા નાગરિકો અને વેપારીઓની આડમાં રોકાણ કરી શહેરની ભીડવાળી જગ્યા, હોસ્પિટલો, ઔદ્યોગિક એકમો, કચેરીઓ અને અતિ સંવેદનશીલ જગ્યાઓની રેકી કરી આતંકવાદી પ્રવૃત્તિ, અસામાજિક પ્રવૃત્તિ, ચોરી અને લૂંટફાટની પ્રવૃત્તિને અંજામ આપી જિલ્લાની સલામતી ડહોળવાના પ્રયાસ કરતા હોય છે.

ઔદ્યોગિક એકમોની આસપાસની હોટલોમાં ઈમોરોલ ટ્રાફિકિંગની પ્રવૃત્તિ તેમજ સ્પા અને મસાજની આડમાં થતી અન્ય પ્રવૃતિના કિસ્સા ભૂતકાળમાં બન્યા છે. જેથી હોટલ, લોજ, બોર્ડિંગ, ધર્મશાળા ઉપર નિયંત્રણો મુકવા ખૂબ જરૂરી છે. આ માટે ગુજરાત પોલીસ દ્વારા PATHIK (Program for Analysis of Traveler and Hotel Informatics) સોફટવેર તૈયાર કરવામાં આવ્યું છે. આ સોફટવેરમાં ઓનલાઈન વેબ પોર્ટલમાં હોટલ, ગેસ્ટ હાઉસમાં આવતા મુસાફરોની એન્ટ્રી કરવાની રહે છે.

આ સોફટવેર કાર્યરત કરવાની તૈયારી શરૂ કરવામાં આવી છે. જેનું નિયત્રંણ વલસાડ એસઓજી દ્વારા કરવામાં આવી રહ્યું છે. જેથી તમામ હોટલ, લોજ, બોર્ડિંગ, ધર્મશાળા, કોર્પોરેટ હાઉસ કે જેઓ મુસાફરો અને વેપારીઓને ટૂકો આશરો આપે છે એ તમામે સોફટવેરમાં ઓનલાઈન એન્ટ્રી કરવાની રહે છે. જે માટે તેઓએ એસ.ઓ.જી વલસાડની વાપી ખાતેની કચેરીએ જઈ તેઓની હોટલ/એકમ આ સોફટવેરમાં રજિસ્ટર કરાવવાનું રહેશે અને તેઓના યુઝર આઈડી પાસવર્ડ મેળવવાના રહેશે. ત્યારબાદ જ તેઓ આ સોફટવેરમાં મુસાફરોની એન્ટ્રી કરી શકશે.

અન્ય સમાચારો પણ છે...