ધરપકડ:ચણોદમાં દુકાનમાં ભીડ બદલ સંચાલકની ધરપકડ

વાપીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

વાપીના ચણોદ ખાતે ભરકાદેવી આઇસ્ક્રીમની દુકાન અને પાણીપુરીની લારી ચલાવતા સંચાલકે ગ્રાહકોની ભીડ કરી સોશ્યિલ ડિસ્ટન્સિંગ ન જાળવતા ડુંગરા પોલીસે તેની સામે કોવિડ-19ના નિયમો ભંગ કરવા બદલ ગુનો નોંધી ધરપકડ કરી હતી.

વાપીની ડુંગરા પોલીસ ગુરૂવારે પેટ્રોલીંગમાં હતી. તે દરમિયાન ચણોદ મોહનનગર ખાતે પહોંચતા ભરકાદેવી આઇસ્ક્રીમ અને પાણીપુરીની દુકાન તથા પાણીપુરીની લારી ચલાવી આ જગ્યાએ વધુ માણસો ભેગા કરી સોશ્યિલ ડિસ્ટન્સીંગ ન જાળવતા દુકાનદાર પાસેથી વધુ માણસો ભેગા થવા બાબતે પરમીશન માંગતા વ્યાજબી કારણ તે જણાવી શક્યો ન હતો. જેથી દુકાનના સંચાલક ભૂપેન્દ્ર માગીલાલ માલી રહે.ચણોદ સાગફળિયા અંબામાતા મંદિરના કમ્પાઉન્ડમાં સામે સીઆરપીસી કલમ 144 અને નેશનલ ડીઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ મુજબ ગુનો નોંધી તેની ધરપકડ કરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...