તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આઇસોલેશન વોર્ડના નામે વેઠ:ઉમરગામમાં શાળાઓમાં ગોદડા પાથરી આઇસોલેશન વોર્ડ બનાવ્યો, નથી ઓક્સિજનની સુવિધા કે નથી વેન્ટિલેટર!

વાપી13 દિવસ પહેલા
 • કૉપી લિંક
આ શાળામાં આઇસોલેશન વોર્ડ બનાવવામાં આવ્યો છે - Divya Bhaskar
આ શાળામાં આઇસોલેશન વોર્ડ બનાવવામાં આવ્યો છે
 • પાલિકા વિસ્તારની શાળાઓમાં આઇસોલેશન વોર્ડના નામે માત્ર ઔપચારિકતા પૂર્ણ કરાઇ, બેડ, ઓક્સિજનની સુવિધા નહીં
 • વાપી તાલુકાની 17 ગામોની શાળાઓ બની આઇસોલેશન સેન્ટર, સુવિધાનો અભાવ

વલસાડ જિલ્લામાં કોરોનાના કેસોનો રાફડો ફાટી નિકળતાં હવે ગ્રામ્ય વિસ્તારની પ્રાથમિક શાળાઓમાં આઇસોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવી રહ્યાં છે. જેમાં હોમ કોરોન્ટાઇન દર્દીને સારવાર અપાશે. પરંતુ ઉમરગામ પાલિકા વિસ્તારની પ્રાથમિક શાળાઓમાં માત્ર ઔપચારિક કામગીરી કરાઇ હોવાના દ્રશ્યો જોવા મળી રહ્યાં છે.

ઉમરગામ પીઠા ફળિયાની પ્રાથમિક શાળામાં ગોદડા પાથરી ઓઇસોલેશન વોર્ડની કામગીરી પૂર્ણ કરી દેવાઇ છે. બેડ ,ઓક્સિજન વગર માત્રને માત્ર ગોદડા પાથરી તંત્રએ વેઠ ઉતારતાં સ્થાનિકોમાં આક્રોેશ ભભુકયો છે. શાળાના શૌચાલય અને બાથરૂમ તૂટેલી હાલતમાં છે. સ્વચ્છતા વગર સ્કૂલોમાં વગર સ્ટાફે આયોજન ઉભુ કરાતા તંત્રની પોલ ખુલ્લી પડી રહી છે. માત્ર આઇસોલેશન સેન્ટર ઉભા કરવાની કામગીરી થઇ રહી છે.

ઉચ્ચઅધિકારી નિરીક્ષણ કરે તે જરૂરી
જિલ્લાભરની પ્રાથમિક શાળાઓ હવે આઇસોલેશન સેન્ટર બની રહી છે, પરંતુ આ સેન્ટરમાં વિશેષ કોઇ સુવિધાઓ ઉપલબ્ધ નથી. બેડ, અોક્સિજન કે વેન્ટિલેટરની સુવિધા ઉપલબ્ધ થઇ નથી. જેથી દરેક ગ્રામજનો આ મામલે જાગૃત થઇ ઉચ્ચ અધિકારીઓને રજૂઆત કરે તે જરૂરી છે. કારણ કે આ આઇસોલેશન વોર્ડમાં કોરોનાના દર્દીને પુરતી સુવિધા મળવાની સંભાવના ઓછી છે. ઉચ્ચ અધિકારીએ સ્થળ નિરીક્ષણ કરવાની જરૂરીયાત છે.

કોરોનાના દર્દીને ઓક્સિજન- વેન્ટિલેટરની જરૂર પડે છે
વાપી તાલુકામાં કોરોનાના કેસો વધતાં તંત્ર હરકતમાં આવી 17 ગામોની પ્રાથમિક શાળાઓમાં આઇસોલેશન સેન્ટર તૈયાર કરવામાં આવ્યાં છે. કુલ 250 બેડોની વ્યવસ્થા હોમ કોરોન્ટાઇન દર્દી કરાઇ છે,પરંતુ એક પણ આઇસોલેશન સેન્ટરમાં વેન્ટીલેટર કે ઓક્સિજનની સુવિધા નથી. કોરોનાના દર્દીને ઓક્સિજન કે વેન્ટીલેટરની તરત જ જરૂર પડતી હોય છે. જેથી આ સુવિધા પણ ઉપલબ્ધ થાય તે જરૂરી છે.વલસાડ જિલ્લામાં કોરોનાના કેસો વધતાં ડેપ્યુટી ડીડીઓ ધર્મેશ મકવાણાએ વાપી તાલુકાના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી.

જેમાં ગ્રામ્ય વિસ્તારમાં હોમ કોરોન્ટાઇન દર્દીઓ માટે આઇસોલેશન સેન્ટરનો લાભ લેવા અનુરોધ કર્યો હતો. વાપીના નામધા ચંડોરમાં 10, કોપરલીમાં 10, સલવાવ-મોરાઇમાં 50, પંડોર-વંકાછમાં 10, બલીઠા-છીરી-છરવાડામાં 50,રાતા-કોચરવા 10, લવાછા 10 સહિત કુલ 17 ગામોમાં આઇસોલેશન સેન્ટર તૈયાર કરવામાં આવ્યાં છે. કુલ 250 બેડોની વ્યવસ્થા ગોઠવામાં આવી છે.

પરંતુ કોરોના દર્દીઓને વેન્ટીલેટર અને ઓક્સિજનની તાતી જરૂરિયાત છે. જેના વગર સારવાર થઇ શકે નહિ. જેથી તંત્ર કેટલાક આઇસોલેશન સેન્ટરમાં વેન્ટીલેટર અને ઓક્સિજનની સુવિધા ઉપલબ્ધ કરાવે તેવુ ગ્રામ્ય વિસ્તારના રહીશોમાં માગ ઉઠી છે. જેથી કોરોનાના દર્દીને રાહત મળી શકે. આમ શાળાઓમાં તૈયાર કરાયેલા આઇસોલેશન સેન્ટરમાં સુવિધા વધારવી જોઇએ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો