વાપી હયાત રેલવે ઓવરબ્રિજને તોડવાની કામગીરી સાથે ટ્રાફિક જામનો પ્રશ્ન ઉદભવી રહ્યો છે. વાપી ડેપોથી કામચલાઉ કાર્યરત ફાટક અને બલીઠા જકાતનાકા હાઇવે સુધી વાહનોની સવારે લાંબી કતારો લાગી જાય છે. ટ્રાફિક જામના કારણે વાહનોને હાલાકીનો સામનો કરવો પડે છે. સવારે 7થી 11 વાગ્યા દરમિયાન આ વિસ્તારમાં ટ્રાફિક પોલીસ કર્મીઓને મુકવા વાહન ચાલકોમાં માગ ઉઠી રહી છે. વાપી ટાઉન પી.આઇ. સવારે સ્થળ નિરીક્ષણ કરે તે જરૂરી છે.
વાપી જુના ફાટકથી નવા ફાટક તરફ જતો રસ્તો પણ બંધ કરવામાં આવ્યો છે.જેની સીધી અસર વલસાડી નાકા બલીઠા તરફથી આવતા તમામ વાહનોને થઇ રહી છે.વાપી એસટી ડેપોથી ફાટક અને બલીઠા જકાતનાકા સુધી સવારે ટ્રાફિક જામનો પ્રશ્ન ઉદભવી રહ્યો છે. બલીઠા ફાટકને કારણે સવારે લગભગ 8 થી 10 વાગ્યા સુધી ટ્રાફિક જામથી ચાલકો ત્રાહિમામ પોકારી રહ્યાં છે.ફ્લાય ઓવર બ્રિજ નીચે બસ ટર્ન મારી શકતી નથી. અહીથી ડાયવર્ઝન કાઢી નાખે તો ટ્રાફિક ની સમસ્યા હલ થઈ શકે છે.
ખાસ કરીને જયાં સુધી નવો ઓવરબ્રિજ તૈયાર ના થાય ત્યાં સુધી પોલીસકર્મીઓ તૈનાત રહે તે જરૂરી છે. જો કે વાપીના ઉચ્ચ પોલીસ અધિકારીઓ બલીઠા જકાતનાકાથી ડેપો સુધી વહેલી સવારે સ્થળ નિરીક્ષણ કરે તેવી માગ ચાલકોમાં ઉઠી રહી છે.
ફાટક બંધ થતાં સુરત તરફના ટ્રેક પર સૌથી વધુ ટ્રાફિક
બલીઠા ફાટક બંધ હોય ત્યારે મેઈન હાઈવે રોડની સુરત તરફ જતી 1 નંબર લેન અને 2 નંબર લેન ઉપર વાહનોની લાંબી કતારો લાગી જાય છે. રાત્રી દરમિયાન અહી અકસ્માતની ભિતી રહે છે.હાઇવે પરથી પસાર થવું મુશ્કેલ બને છે. જેથી બલીઠા હાઇવેથી જુના ફાટક સુધી ટ્રાફિકનો પ્રશ્ન ઉદભવી રહ્યો છે. જેને ઉકેલવો જરૂરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.