હાલાકી:મોદીના કાર્યક્રમ માટે 2800 બસ ફાળવાતા લોકલ ટ્રીપો રદ થશે

વાપી23 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • શુક્રવારે મુસાફરો સાવધાન રહે, માત્ર એક્સપ્રેસ એસટી બસો જ દોડાવશે

વલસાડ એસટી ડિવિઝિનમાંથી શુક્રવારે વડાપ્રધાનના ચીખલીના કાર્યક્રમ માટે સૌથી વધુ બસોની ફાળવણી કરવામાં આવી છે. સમગ્ર ગુજરાતમાંથી 2800 બસો વડાપ્રધાનના કાર્યક્રમ માટે દોડશે. જેમાં વલસાડથી 170, પારડીથી 20,ધરમપુરથી 220,કપરાડાથી 220,ઉમરગામથી 150 એસટી બસોમાં લોકો, લાભાર્થીઓને કાર્યક્રમના સ્થળે લઇ જવામાં આવશે. વલસાડ ડિવિઝનમાં એસટીની ઘટ હોવાથી અમદાવાદથી 50,ભાવનગરથી 20,મહેસાણાથી 40 બસો મંગાવામાં આવી છે.

જેના કારણે 10 જુન શુક્રવારે વાપી,વલસાડ,ધરમપુર સહિત દક્ષિણ ગુજરાતના એસટી ડેપો દ્વારા સૌથી વધુ લોકલ ટ્રીપો રદ્ કરવામાં આવશે. આ દિવસે મુસાફરોએ રઝળવાનો વારો આવશે. સરકારી કાર્યક્રમમાં એસટી બસોના ઉપયોગના કારણે હજારો મુસાફરોએ ખાનગી વાહનનો સહારો લઇ ડબલ ભાડા આપવા તૈયાર રહેવું પડશે.જેથી શુક્રવારે મુસાફરી કરવા પહેલા મુસાફરોએ સાવધાન રહેવું પડશે.વલસાડ જિલ્લામાંથી સૌથી વધુ લોકોને વડાપ્રધાનના કાર્યક્રમમાં લઇ જવા ભાજપ સંગઠનો પણ તૈયારી કરી રહ્યાં છે.

વાપી ડેપોની 30 લોકલ એસટી બસો બંધ
વડાપ્રધાનના કાર્યક્રમ માટે વાપી એસટી ડેપોમાંથી કુલ 40 એસટી બસોની ફાળવણી કરવામાં આવી છે. જેના કારણે 10 જુને 30 લોકલ એસટી રદ્ કરવામાં આવી છે. 10 એસટી બસો ચાલુ રહેશે. આ ઉપરાંત એક્સપ્રેસ બસો ચાલુ રહેશે. આ દિવસે વધુ મુશ્કેલી ઊભી થાય તો 2 એસટી બસો વધારાની દોડાવવા અંગેનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે. જો કે લોકલ બસો બંધ રહેવાથી મુસાફરોને હાલાકી ભોગવવી પડશે. વલસાડ 1710, ધરમપુર 220, કપરાડા 220,ઉમરગામ 150, વાપી 20, પારડી 20 બસો ફાળવવામાં આવી છે.

ખાનગી બસનો ઉપયોગ કરવા માગ
જાહેર કાર્યક્રમોમાં જનમેદનીને લઇ જવા માટે એસટી બસનો ઉપયોગ કરવામાં આવતાં મુસાફરોએ રઝળી પડતાં હોવાથી ગાંધીનગર શહેર વસાહત મહાસંઘ દ્વારા વાહન વ્યવહાર કમિશનરને પત્ર લખી આવા કાર્યક્રમોમાં લકઝકીનો બસનો ઉપયોગ કરવા માટે રજૂઆત કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...