તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મન્ડે પોઝિટિવ:કાચા ઘરમાં રહેતા કપરાડાના જવાનો સિમાડા સાચવી દેશની રક્ષા કરે છે

વાપી20 દિવસ પહેલાલેખક: કેતન ભટ્ટ
 • કૉપી લિંક
નિકુડીયા હર્ષદ ઘાકલભાઇ - Divya Bhaskar
નિકુડીયા હર્ષદ ઘાકલભાઇ
 • ચાર આદિવાસી યુવાનો જમ્મુ-કાશ્મીર,પંજાબમાં ફરજ બજાવે છે, દેશપ્રેમને લઈ લશ્કરમાં ભરતી થયા

ગુજરાતના એકદમ પછાત અને અંતરયાળ વિસ્તાર ગણાતાં વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના યુવાનો પણ હવે સમયની સાથે દરેક ક્ષેત્રમાં આગળ વધી રહ્યાં છે. છેલ્લા પાંચ-સાત વર્ષમાં કપરાડાના અનેક યુવાનો આર્મીમાં ભરતી થયા છે. જેમાં હાલજમ્મુ-કાશ્મીર,પંજાબ સહિતના વિસ્તારોમાં ફરજ બજાવતાં કપરાડાના 8થી વધુ યુવાનો દેશના સિમાડા સાચવી આપણી રક્ષા કરી રહ્યાં છે.

કપરાડાના ચાર જવાનોના ઘર કાચા છે.આજે પણ જવાનોના પરિવાજનો કાચા ઘરમાં રહેવા મજબુર છે. કાચા ઘરમાં રહીને યુવાનો આર્મીમેન સુધી પહોંચી ગયા છે, પરંતુ પોતાના વતનમાં પાકા ઘર પણ બનાવી શકયા નથી. જેથી કપરાડાના આ જવાનો આજે પણ કાચા ઘરમાં રહી દેશની રક્ષા કરતાં આપણાં સૌના માટે ગર્વની વાત કહી શકાય છે.

રહેવાસી: કપરાડા તાલુકાના રોહિયાતલાટ ગામ ખાતે પરિવાર સાથે રહે છે.
ફરજ: હાલ જમ્મુ-કાશ્મીરમાં અાર્મી સિગ્નલ સેટેલાઇટમાં ફરજ બજાવે છે. તેમણે કહ્યું હતુ કે જ્મ્મુ કાશ્મીરનાં ડોડા જિલ્લામાં પહેલા આતંકવાદીઓનો વધુ આતંક હતો.પરંતુ હાલમાં આતંકવાદીઓની પ્રવૃતિ ઘણી ઘટી ગઇ છે.દિવસભર એલર્ટ રહેવું પડે છે.

ગાવિંત રોહિત ધવરુભાઇ
ગાવિંત રોહિત ધવરુભાઇ

રહેવાસી: કપરાડા તાલુકાના વિરક્ષેત્ર વિસ્તારમાં પરિવાર સાથે રહે છે.
ફરજ: હાલ તે પંજાબનાં ભંટીડામાં આર્મી સિગનલ કોર્ષમાં ફરજ બજાવે છે.જે પાકિસ્તાનની બોર્ડર પર આવેલું છે.જયારે શ્રીનગરમાં ફરજ બજાવતો હતો. ત્યારે આતંકવાદીની સામે ઓપરેશનમાં તકલીફ પડી હતી. 6 કિમી સુધી ગોળીબાર ચાલ્યો હતો.

જોગારી હિતેશ
જોગારી હિતેશ

રહેવાસી: કપરાડાના આ ડુંગર ફળિયા શબરી છાત્રાલય પાસે રહે છે.
ફરજ: વિશાખાપટ્ટમમાં પેરા મિલિટરી ફોર્સમાં ફરજ બજાવે છે. છત્તીસગઢમાં નકસલીના મુકાબલો કરતાં તેને પગમાં ઇજા છે. જેઓને પહેલેથી આર્મીંમાં જવાનો શોખ હતો. પરિવાર આર્થિક રીતે પછાત હોવા છતાં પણ આર્મીમાં ભરતી થયા છે.

વિનોદ રાયલુ મારુ
વિનોદ રાયલુ મારુ

રહેવાસી: કપરાડાના ગવકારવા ફળિયામાં રહેતા વિનોદભાઇની ઉમંર 32 વર્ષની છે.
ફરજ: જમ્મુ કાશ્મીરના પુલગામ ડિસ્ટ્રીકટમાં આર્મીંમાં ફરજ બજાવે છે. આ વિસ્તારમાં આંતકવાદી ગતિવિધિ સૌથી વધારે થતી હોય છે. પોતાના ગામમાં હજુ પણ તેઓ પાકુ મકાન બનાવી શકયા નથી. લાંબા સમયથી આર્મી સાથે જોડાયેલા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો