ચૂંટણી:29મી નવે.થી 1લી ડિસે.સાંજ સુધી દમણ-સેલવાસમાં દારૂ વેચાણ બંધ

વાપી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સેકન્ડ ફેઝના મતદાન અને મતગણતરીના દિવસે પણ ડ્રાય ડે રહેશે

ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી માટે પ્રથમ ચરણમાં 1લી ડિસેમ્બરે મતદાન હાથ ધરાશે જેને લઇને સંઘપ્રદેશ દાનહ-દમણ પ્રશાસને પણ તૈયારીઓ શરૂ કરી છે. ગુરૂવારે સંઘપ્રદેશ પ્રશાસને નોટિફિકેશન બહાર પાડીને આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને 29મી નવેમ્બર સાંજે 6 વાગ્યાથી લઇને મતદાન દિવસ એટલેકે 1લી ડિસેમ્બર સાંજે 6 વાગ્યા સુધી સંઘપ્રદેશ દમણ-સેલવાસના તમામ બાર અને વાઇન શોપ બંધ રહેશે. પ્રથમ ફેઝમાં ત્રણ દિવસ સુધી દારૂના વેચાણ ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવ પ્રશાસન વિભાગના જોઇન્ટ સેક્રેટરી કરણજીત વડોદરિયાએ જાહેર કરાયેલા નોટિફિકેશન મુજબ ગુજરાતમાં પ્રથમ ફેઝની ચૂંટણીને ધ્યાનમાં રાખીને 29મી નવેમ્બર મંગળવારે સાંજે 6 વાગ્યાથી ગુરૂવારે મતદાન પૂર્ણ થાય ત્યાં સુધી પ્રદેશમાં ડ્રાય ડેની જાહેરાત કરાય છે. આ ઉપરાંત સેકન્ડ ફેઝ માટે 3જી ડિસેમ્બર શનિવાર સાંજે 6 વાગ્યાથી 5મી ડિસેમ્બર સોમવાર સાંજે 6 વાગ્યા સુધી દારૂના વેચાણ ઉપર પ્રતિબંધ મુકાયો છે. આ ઉપરાંત મત ગણતરી 10 મી ડિસેમ્બર પણ આખો દિવસ બાર અને વાઇનશોપ બંધ રાખવાના આદેશ કરાયા છે. ચૂંટણીને હાલ ચેકપોસ્ટ પર સઘન ચેકિંગ થઇ રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...