વિશ્વ મહિલા દિવસ:વાપી,ઉમરગામ અને સંઘપ્રદેશમાં 10 હજાર કંપનીઓમાં 2 ટકાથી પણ ઓછી મહિલા ઉદ્યોગપતિની ભાગીદારી

વાપી20 દિવસ પહેલાલેખક: કેતન ભટ્ટ
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • મોટા ભાગના ક્ષેત્રોમાં મહિલાઓ પુરૂષોની સમકક્ષ બની રહી છે, માત્ર મોટા ઉદ્યોગ સાહસિકોમાં મહિલાઓની ગણતરીની જ સંખ્યામાં છે

પુરૂષોના ઇજારા ગણાતાં અનેક ક્ષેત્રોમાં મહિલાઓેએ એન્ટ્રી મેળવી લીધી છે,જેમાં સૈન્યનો પણ સમાવેશ થાય છે,પરંતુ હજુ સુધી વાપી,દમણ,સેલવાસ,સરીગ ામના ઉદ્યોગોમાં મહિલા ઉદ્યોગ સાહસિક શોધવી મુશ્કેલ બની રહી છે.

નાના નાના વેપારથી લઇ ગૃહ ઉદ્યોગમાં મહિલાઓ કાઠુ કાઠ્યું છે,પરંતુ મધ્યમ થી લઇ મોટા ઉદ્યોગોમાં મહિલાઓ જુજ પ્રમાણમાં જોવા મળી રહી છે. વાપી,સરીગામ,ઉમરગામ અને સંઘપ્રદેશના 10 હજાર એકમોમાં 2 ટકા મહિલા ઉદ્યોગપતિ જોવા મળતી નથી. ઉદ્યોગોના પ્રતિનિધિત્વમાં પણ મહિલાની બાદબાકી છે. ઔદ્યોગિક જગતમાં કેટલીક મહિલાઓ સંઘર્ષ સાથે શરૂઆત કરી સફળતા મેળવી છે.

સંખ્યા ઓછી-પ્રભુત્વ વધુ : ઔદ્યો ગિક સંસ્થાનમાં પણ સ્થાન નહિ, જુજ મહિલાઓ સંઘર્ષ સાથે ઉદ્યોગ સંભાળી અન્યને પ્રેરણા આપી રહી છે
કેસ- 1: પતિના અવસાન બાદ પત્નીએ ઉદ્યોગની દિશા બદલી નાખી

વાપી થર્ડફેઇઝમાં દિનકરભાઇ પટેલ પોતાનો ઉદ્યોગ સંભાળતાં હતા,2008માં તેમના અવસાન બાદ તેમની પત્ની ભાનુબેન દિનકરભાઇ પટેલે જવાબદારી સંભાળી લીધી હતી. અગાઉ તેમના પતિ કંપનીમાં તેમને લઇ જતાં હોવાથી ઉદ્યોગ કેવી ચલાવી શકાય તે જાણતાં હતાં.ભાનુબેને જણાવ્યું હતું કે શુન્યમાંથી સર્જન કર્યુ તેનો મને આનંદ છે.મહિલાઓએ હમેંશા સ્ટ્રોંગ રહેવું જોઇએ. પરિવારને સાથે લઇને ચાલવું જોઇએ.વાપી, મુંબઇ, તીઘરા , બોદલાઇ, ભુતસરમાં સામાજિક કામગીરી કરુ છું.

કેસ- 2 : પતિના રોડ અકસ્માત મોત બાદ પત્નીએ કંપની 20 વર્ષ ચલાવી

વાપી જીઆઇડીસીમાં (પિગ્મેન્ટ)1994માં સતિષભાઇ ચાબ્રાએ કલરની કંપનીની સ્થાપ્ના કરી હતી, પરંતુ રોડ અકસ્માતમાં સતિષભાઇનું મોત થયુ હતું.ત્યારબાદ તેમની પત્ની નુતનબેન ચાબ્રાએ કંપની સંભાળી લીધી હતી. સતત 20 વર્ષથી વધુ સમય કંપનીમાં જવાબદારી નિભાવી સફળ મહિલા ઉદ્યોગકાર બન્યા હતાં. તેમણે જણાવ્યું હતું કે કોઇ પણ તકલીફ આવે પણ હિમંત રાખીને તેનો સામનો કરવો જોઇએ.મહિલાઓએ હમેંશા પહેલેથી સ્વતંત્ર રીતે પોતાનામાં રહેલું કૌશલ્ય દર્શાવવું જોઇએ.

કેસ- 3 : 18 વર્ષના સંઘર્ષ બાદ મહિલા સફળ ઉદ્યોગપતિ બની

વાપી નજીક અવધ ખાતે રહેતા અને દાદરામાં પ્લાસ્ટિક પેકેજીંગ એકમ ચલાવતા ભારતીબેન સુમરીયાએ 18 વર્ષ અગાઉ દાદરામાં કંપની નાખી હતી. શરૂઆતમાં રોકાણ માટે પૈસા ન હોવા છતાં પોતે જન્મદિવસ,ધરે પ્રસંગ અને એકત્ર કરેલા પૈસા કંપનીમાં રોક્યા હતા. લાંબા સંઘર્ષ બાદ હાલ તેઓ એક સફળ ઉદ્યોગપતિ બન્યા છે તેમણે જણાવ્યું હતું કે દરેક મહિલામાં ટેલેન્ટ હોય છે અને આ ટેલેન્ટના માધ્યમથી કોઈ પણ ક્ષેત્રમાં સિદ્ધિ પ્રાપ્ત કરી શકે છે. માત્ર પુરુષાર્થ જ સફળતા અપાવે છે

કેસ-4 : બાળપણમાં ઉદ્યોગપતિ બનવાનું સ્વપ્ન 8 વર્ષમાં પૂર્ણ કર્યુ

સરીગામમાં કંપનીનું સંચાલન કરતાં મયુરીબેન સવાણી ફાર્માસ્યુટિકલ અને હેલ્થકેર ઉદ્યોગમાં યુવાન અને ગતિશીલ ઉદ્યોગ સાહસિક છે. માત્ર આઠ જ વર્ષમાં પોતાની કંપની ચલાવી અન્ય મહિલાઓને રોજગારી પુરી પાડી રહ્યાં છે. તેમને વિદ્યાર્થીકાળથી મનમાં ઉદ્યોગ ચલાવવો એવો ધ્યેય નક્કી કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે પહેલેથી જ આ ફિલ્ડની પસંદગી કરી હતી.બહુ ઓછા સમયમાં ફાર્માસ્યુટિકલ કંપનીનું સંચાલન કરી રહી છું.દરેક મહિલાએ ધ્યેય નક્કી કરે તો ચોક્કસ સફળતા મળે છે.

અન્ય સમાચારો પણ છે...