તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લોકોમાં ભય:કલસરમાં દીપડાનો ખેડૂત પર હુમલો

વાપી21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વન વિભાગે દીપડાને પકડવા પાંજરુ મુક્યું

પારડી તાલુકામાં ફરી દીપડાનો આંતક વધી રહ્યો છે. કલસર ગામમાં ખેડૂત પોતાની જમીનમાંથી જઇ રહ્યો હતો ત્યારે દીપડાએ પાછળથી હુમલો કર્યો હતો. ત્યારબાદ દીપડો સ્થળ પરથી નાસી છૂટયો હતો. આ ઘટનાની જાણ ફોરેસ્ટ વિભાગને કરાતા સ્થળ પર પાંજરુ ગોઠવી દીપડાને પકડવાની તજવીજ હાથ ધરાઇ હતી.

પારડીના કલસર ચાર રસ્તા પાસે કોલક ગામમાં રહેતા ખેડૂત ધર્મેન્દ્રભાઈ નરસિંહભાઈ ટંડેલનું ખેતર આવેલું છે. જેઓ મોટરસાયકલ લઈને સવારે પોતાના ઘરેથી ખેતરમાં જવા નીકળ્યા હતા. આ દરમિયાન ખેતરના રસ્તાના વચ્ચે અચાનક એક દીપડો પાછળથી આવીને હુમલો કર્યો હતો.તેઓએ બુમાબુમ કરતાં દીપડો નાસી છૂટયો હતો.

આ ઘટનાને પગલે ધર્મેન્દ્ર ટંડેલ ડરી ગયા હતા. ફરીથી એમના પર કે અન્ય કોઇ વ્યકિત પર દીપડો હુમલો ના કરે તે ફોરેસ્ટ વિભાગને લેખિત અરજી આપી હતી. જેને લઇ ફોરેસ્ટ વિભાગ ઘટના સ્થળે પહોંચીને તાત્કાલિક દીપડાને પકડવા માટે પાંજરું મૂક્યું હતું. દીપડાને પકડવા કવાયત હાથ ધરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...